ઓનલાઇન ઇન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટા રેકેટ કેસમાં SITએ વધુ એક આરોપીની મુંબઈથી ધરપકડ કરી છે. આ કેસમાં SITની ટીમ રાજસ્થાન અને મુંબઈમાં તપાસ શરૂ હતી. જેમાં સુજેશ શાહ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે.વોન્ટેડ બુકી કુણાલ ઉર્ફે રોકી સાથે સંપર્કમાં હતો સુજેશ. વોન્ટેડ બુકી કુણાલે બેંક એકાઉન્ટ સાથેના એક્ટિવ સીમકાર્ડ મુખ્ય આરોપી હર્ષિત પાસે માંગ્યા હતા. જેમાં સટ્ટા રેકેટમાં કરોડોના ટ્રાન્જેક્શન કરવા રાખેલ ઓફીસ સંચાલક હર્ષિત જૈન વોન્ટેડ છે. જ્યારે આરોપી હર્ષિત જૈન દ્વારા ઓફિસમાં કામ કરતા જીતેન્દ્રને બેંક એકાઉન્ટ સાથેના એક્ટિવ સીમકાર્ડ વાળું પાર્સલ સુજેશને મોકલવાનું કહ્યું હતું . જ્યારે પકડાયેલ સુજેશ દુબઈ, શ્રીલંકા અને ઇન્ડોનેશિયા દેશમાં ટ્રીપ મારી ચુક્યો છે.
આ પણ વાંચો : Gir Somnath : આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સોમનાથ મહાદેવના દર્શન અને પૂજન કર્યા
સુજેશ 23 માર્ચના રોજ શ્રીલંકા ગયો હતો. સુજેશ શ્રીલંકામાં કસીનોમાં રમવા જતો હતો. આરોપી સુજેશ દુબઈમાં રહેલ અનેક બુકીઓના સંપર્કમાં હોવાની આશંકા છે. જ્યારે પીસીબી રેડ સમયે કરોડો રૂપિયાના ટ્રાન્જેક્શન વાળા 538 જેટલા બેંક એકાઉન્ટ વાળી પાસબુક મળી આવી હતી. 12 જેટલા બેંક એકાઉન્ટ માંથી 500 કરોડના ટ્રાન્જેક્શન વ્યવહારો મળી આવ્યા છે. એક બેંક એકાઉન્ટ માંથી 5 કરોડ રૂપિયા ફ્રીઝ કરાવ્યા છે. આ કેસમાં SITની ટીમ રાજસ્થાન અને મુંબઈમાં તપાસ શરૂ છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 6:33 pm, Tue, 4 April 23