
પાટણ જિલ્લામાં જાણીતી લોકગાયિકા કિંજલ રબારીના પ્રેમ લગ્નને લઈને ઉભો થયેલો વિવાદ હવે શાંત થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી તેમના લગ્નને લઈને સમાજમાં વિરોધ થઈ રહ્યો હતો, જેના કારણે મામલો ચર્ચાનો વિષય બન્યો હતો. હવે કિંજલ રબારી ઘરે પરત ફરતા સમગ્ર વિવાદનો અંત આવ્યો હોવાનું માનવામાં આવે છે.
ગુજરાતી ફેમસ સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નને લઈને મોટો વિવાદ સામે આવ્યો હતો. જે બાદ આજે આખરે આ વિવાદ સમેટાયો છે. કિંજલ રબારી ઘરે પરત આવતા વિવાદનો અંત આવ્યો છે. કિંજલ રબારીએ અન્ય સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જેને લઈને પરિવાર અને રબારી સમાજમાં ભારે રોષ અને વિરોધ જોવા મળ્યો હતો. હવે આગેવાનો અને પરિવારજનોની મધ્યસ્થીથી કિંજલ રબારી તેને ઘરે પરત ફરી છે.
રાધનપુરના સિનાડ ગામે જન્મેલી કિંજલ રબારીના પ્રેમ લગ્ન ગુજરાતભરમાં ચર્ચાનું કારણ બન્યા હતા. બીજા સમાજના યુવક સાથે લગ્ન કર્યા બાદ કિંજલે સોશિયલ મીડિયાના માધ્યમથી ખુલાસો કર્યો હતો. જે બાદ સમાજ અને પરિવારે ભારે વિરોધ કર્યો હતો. વિરોધ બાદ કિંજલ રબારીએ પોતાના અને તેના પતિના જીવને જોખમ હોવાનું જણાવી પોલીસ રક્ષણ માંગ્યું હતુ. જોકે હવે કિંજલ પોતાના પિતાના ઘરે પાછી આવી ગઈ છે.
સમાજ અને પરિવારની મધ્યસ્થીથી કિંજલ રબારીને તેમના પરિવારને તો અશોકને તેના પરિવારને સોંપાયા છે. આ સાથે જ કિંજલે ઇન્સ્ટાગ્રામ પર લગ્ન કર્યોનો ખુલાસો કરતી પોસ્ટ મુકેલી બન્ને પોસ્ટ ડિલિટ કરી છે. કિંગલ રબારીએ મરજીથી લગ્ન કર્યા છે તેવો ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કર્યો હતો, તે પણ ડિલિટ કરી દેવામાં આવ્યો છે. આખરે આગેવાનો અને પરિવારજનોની મધ્યસ્થી બાદ સમાધાન આવ્યું અને કિંજલ રબારી પોતાના ઘરે પરત ફરી. બંને પક્ષ વચ્ચે વાતચીતથી ઉકેલ આવતા હાલ પરિસ્થિતિ સામાન્ય બની છે અને ગામમાં શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે.
Published On - 12:14 pm, Sat, 14 March 26