Breaking News : દહેજમાં ભૂગર્ભ ગટરમાં ગૂંગણામણથી 3 કામદારોના મોતની ઘટનામાં સરપંચ અને ડે. સરપંચના પતિ સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરાયો

Breaking News : દહેજ ગ્રામ પંચાયતના સરપંચ અને ડેપ્યુટી સરપંચ વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નિર્દોષ કામદારોને કોઈપણ પ્રકારની સુરક્ષા વિના ભૂગર્ભમાં ઉતારી દેવાયા બાદ તેઓ ગૂંગળાયા હતા. ૫ પૈકી ૩ ના મોત નિપજતા સરકારી એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી.

Breaking News : દહેજમાં ભૂગર્ભ ગટરમાં ગૂંગણામણથી 3 કામદારોના મોતની ઘટનામાં સરપંચ અને ડે. સરપંચના પતિ સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરાયો
| Edited By: | Updated on: Apr 05, 2023 | 12:50 PM

ભરૂચ જિલ્લાના દહેજ ગ્રામ પંચાયતની 20 ફુટ ઊંડી અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈન સાફ કરવા સુરક્ષા વિના ઉતારાયેલા ૫ કામદારો પૈકી ૩ ના મોતની ઘટનામાં ભરૂચ પોલીસે ઝડપી અને દાખલારૂપ કામગીરી હાથ ધરી છે. દહેજ ગ્રામ પંચાયતના સરપંચ અને ડેપ્યુટી સરપંચના પતિ વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નિર્દોષ કામદારોને કોઈપણ પ્રકારની સુરક્ષા વિના ભૂગર્ભમાં ઉતારી દેવાયા બાદ તેઓ ગૂંગળાયા હતા. ૫ પૈકી ૩ ના મોત નિપજતા સરકારી એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. ઘટના બાદ જવાબદારી આવી ન પડે તે માટે ગામના સરપંચે નિવેદન જાહેર કરી કહ્યું હતું કે કામદારો ભૂગર્ભ ગટરમાં કેમ અને કોના કહેવાથી ગયા હતા? તેની દહેજ ગ્રામ પંચાયતને ખબર જ નથી.

દહેજ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયેલ ગુનાની સંપૂર્ણ માહિતી

આ પણ વાંચો : Bharuch : દહેજમાં સુરક્ષા વિના ભૂગર્ભ ગટરમાં ઉતરેલા ત્રણ કામદારોના ગૂંગળાઈ જવાથી મોત નિપજ્યા, કોની લાપરવાહી ઘટના પાછળ જવાબદાર?

કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ કરવાની ચીમકી આપનાર સરપંચ જાતે આરોપી બન્યા

મંગળવારે  દહેજ ગ્રામ પંચાયતના સરપંચ જયદીપસિંહ રણાએ નિવેદન જાહેર કર્યું હતું કે ઘટના ખુબજ દુઃખદ છે. આ મામલે દહેજ પંચાયત કોન્ટ્રાકટર વિરુદ્ધ ગુનો દાખલ કરાવશે. આ બાબતના ગણતરીના સમયમાં અહેવાલ સામે આવ્યા કે દહેજ પોલીસ સ્ટેશનમાં દહેજ ગ્રામ પંચાયતના સરપંચ જયદીપસિંહ રણા અને ડેપ્યુટી સરપંચના પતિ મહેશભાઇ ગોહીલ સામે ગુનો દાખલ કરાયો છે.

ભરૂચ પોલીસે ઝડપી એક્શન લીધા

ભરૂચ એસપી ડો. લીના પાટીલ કડક અધિકારી તરીકેની છાપ ધરાવે છે. ભરૂચના એસપી તરીકેના કાર્યકાળમાં આ IPS અધિકારી કાયદાની ઐસીતૈસીના મામલાઓમાં પોલીસકર્મીઓ અને ગુનેગારો ઉપર ઘણીવાર કડક કાર્યવાહીનું વાવાઝોડું ફૂંકી ચુક્યા છે. દહેજમાં ત્રણ કામદારોના અપમૃત્યુના બનાવમાં ગઈકાલે અકસ્માત મોત નોંધ હેઠળ તપાસ શરૂ કરનાર પોલીસે 24 કલાક પહેલા નિષ્કર્ષ ઉપર આવી સાપરાધ મનુષ્ય વધ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી દીધો છે.

આ પણ વાંચો : Rajkot : પડધરી તાલુકા પંચાયતના પ્રમુખના પતિને ગોલીટા ગામના સરપંચે માર્યો માર, પોલીસે એટ્રોસિટી સહિતના કાયદા હેઠળ નોંધી ફરિયાદ

ઘટના બાદ સરપંચે કહ્યું હતું કે, કામદારોને ગટરમાં ઉતરવા સૂચના અપાઈ જ નથી

મંગળવારે સાંજે દહેજ ગ્રામ પંચાયતે નિવેદન જાહેર કર્યું હતું જેમાં સરપંચ જયદીપસિંહ રણાનું કહેવું હતું કે ગટર  સાફ કરવા કોઈજ આદેશ કરાયા ન હતા. જવાબદારીથી હાથ ખેંચવા ત્યાં સુધી કહી નાખ્યું હતું કે રજાના દિવસે કામદારો કોની સૂચનાથી અને કેમ ગટરમાં ઉતર્યા?

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 12:10 pm, Wed, 5 April 23