
સુરત(Surat) પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા પનીર(Paneer) વેચાણ કરતી 10 સંસ્થાઓના સેમ્પલ ફેલ થયા છે. પનીરના સેમ્પલ લેબોટરીમાં નિષ્ફળ સાબિત થયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ સંસ્થાઓ સામે કોર્ટમાં ફરિયાદ નોંધવવામાં આવશે.સુરત પાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.આ ઉપરાંત આ ૨૪૦ કિલો પનીરનો નાશ કરવામાં આવ્યો છે
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં પનીરના સેમ્પલ ફેઇલ આવ્યા બાદ સુરત આરોગ્ય વિભાગની ટીમ સતર્ક બની હતી.જેમાં અલગ અલગ 14 ઝોનમાં આરોગ્ય વિભાગની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું.જેમાં કેટલીક ડેરીમાંથી નમૂના પણ લીધા હતા.આ નમૂનાને હાલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
સુરતમાં ઉનાળાની સીઝનમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં આવ્યું હતું અને શહેરમાં અલગ અલગ ટીમ બનાવી અલગ અલગ જગ્યાએ દરોડા પાડ્યા હતા. ફૂડ વિભાગના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા અગાઉ કેરી, કેરીના રસ, મરી મસાલા, આઈસ્ક્રીમ કેક પેસ્ટ્રી વગેરેના સેમ્પલો લેવામાં આવ્યા હતા આ ઉપરાંત મેં માસમાં ફૂડ સેફટી ઓફિસરોએ પનીર વિક્રેતાને ત્યાં દરોડા પાડી પનીરના સેમ્પલો લઈને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા જેમાં ૧૦ જગ્યાએથી લીધેલા સેમ્પલો ધારા ધોરણ મુજબ માલુમ પડ્યા નથી જેને લઈને એડજયુડીકેટીંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવનાર છે આ ઉપરાંત આ ૨૪૦ કિલો પનીરનો નાશ કરવામાં આવ્યો છે
ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે ભેળસેળયુક્ત પનીર બનાવવા કંમ્પ્રેસ ઇમલ્સિફાઇડ દૂધનો ઉપયોગ કરે છે.જેમાં પામ ઓઇલને ઉમેરવામાં આવે છે.સાથે જ પનીરને ઘટ્ટ બનાવવા વેજિટેબલ ઓઇલનો પણ ઉપયોગ કરવામાં આવે છે.તો હલકી ગુણવત્તાવાળુ કે પાણી મિશ્રિત દૂધ દ્વારા પ્રોસેસ કરીને પનીર બનાવવામાં આવે છે..આપને જણાવી દઇએ અસલી પનીર શરીરને પ્રોટીન આપે છે, જ્યારે ભેળસેળયુક્ત પનીર માત્રને માત્ર મેદસ્વિતા વધારે છે, જેને ખાવાથી શરીરને કોઇ જ ફાયદો નથી થતો.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:41 am, Thu, 18 May 23