Breaking News : રાજકોટના હિરાસર એરપોર્ટનું 15 જુલાઇએ PM મોદીના હસ્તે થઇ શકે છે લોકાર્પણ, રન-વે ટેસ્ટિંગ શરુ

|

Jun 08, 2023 | 11:34 AM

એરપોર્ટને લઇને તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. રન-વે ટેસ્ટિંગ અને અંતિમ તબક્કાની મંજૂરીઓ લેવાની કાર્યવાહી ચાલું થઇ ગઇ છે. 14 જૂને નાના એરક્રાફ્ટથી ટેસ્ટિંગ થઇ શકે છે.

Breaking News : રાજકોટના હિરાસર એરપોર્ટનું 15 જુલાઇએ PM મોદીના હસ્તે થઇ શકે છે લોકાર્પણ, રન-વે ટેસ્ટિંગ શરુ

Follow us on

Rajkot : રાજકોટના હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. 15 જુલાઇએ હીરાસર એરપોર્ટનું (Hirasar Airport) લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Prime Minister Narendra Modi) હસ્તે લોકાર્પણ થઇ શકે છે. એરપોર્ટને લઇને તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. રન-વે ટેસ્ટિંગ અને અંતિમ તબક્કાની મંજૂરીઓ લેવાની કાર્યવાહી ચાલું થઇ ગઇ છે. 14 જૂને નાના એરક્રાફ્ટથી ટેસ્ટિંગ થઇ શકે છે.

આ પણ વાંચો-Agriculture Scheme: સરકાર આ યોજના હેઠળ ખેડૂતોને આપે છે 90% સબસિડી, જાણો યોજનાની વિગતો

હજુ બે દિવસ પહેલા જ હિરાસર એરપોર્ટ અંગે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ (Jyotiraditya Scindia) ટ્વીટ કર્યુ હતુ. જ્યોતિરાદિત્ય સિંધિયાએ હિરાસર એરપોર્ટને (Hirasar Airport) પ્રગતિની નવી ઉડાન ગણાવી છે. તેમણે ટ્વીટ કર્યુ છે કે હિરારસ એરપોર્ટનું ટર્મિનલ 23 હજાર ચોરસ મીટરમાં છે. 3040 મીટર લાંબા રન વે ધરાવતા આ એરપોર્ટનું નિર્માણકાર્ય 1405 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે, 1405 કરોડ રૂપિયાના ખર્ચે એરપોર્ટ તૈયાર થશે. રાજ્યમાં વિકાસ અને રોજગાર ક્ષેત્રે નવી પ્રગતિ થશે.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

આ એરપોર્ટ ઔદ્યોગિક શહેર રાજકોટથી 30 કિમીના અંતરે આવેલું છે. એરપોર્ટને 1032 હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવ્યું છે. તેમાં 23 હજાર ચોરસ મીટરનો પેસેન્જર ટર્મિનલ વિસ્તાર છે અને 14 પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે. આ નવા એરપોર્ટથી સૌરાષ્ટ્ર વિસ્તારના કુલ 12 જિલ્લાઓને ફાયદો થશે. કારણ કે આ વિસ્તાર મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓનું મોટું કેન્દ્ર છે, જે એર કનેક્ટિવિટી પર નિર્ભર છે. તેમણે કહ્યું કે સિલ્ક પ્રોડક્ટ્સ અને સિરામિક પ્રોડક્ટ્સની સાથે અમારી મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સ આ ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી શકે છે.

7 બોર્ડિંગ ગેટની સુવિધા

એરપોર્ટને કાર્ગો એરપોર્ટ તરીકે બમણું કરવામાં આવી રહ્યું છે. અગાઉ રાજકોર્ટ ડીએમએ કહ્યું હતુ કે એરપોર્ટ પર સાત બોર્ડિંગ ગેટ હશે, જેમાંથી ત્રણ એરોબ્રિજ હશે અને ત્રણ કન્વેયર બેલ્ટ હશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એરપોર્ટ આંતરરાષ્ટ્રીય હોવાથી બે કસ્ટમ કાઉન્ટર સાથે 8 ઈમિગ્રેશન કાઉન્ટર હશે. તેની ટોચ પર, એરપોર્ટ આપેલ સમયમર્યાદામાં 1280 થી વધુ મુસાફરોને હેન્ડલ કરવામાં સક્ષમ હશે.

પીએમ મોદીએ 2017માં શિલાન્યાસ કર્યો હતો

રાજકોટ-અમદાવાદ હાઇવે પર સ્થિત, એરપોર્ટ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વિવિધ ઉદ્યોગો માટે લોજિસ્ટિક્સ માટે સમય અને ખર્ચ સંબંધિત ઉકેલો લાવશે. વર્ષ 2018માં મોદી સરકાર દ્વારા એરપોર્ટ માટે 1405 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. વર્ષ 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. હાલનું રાજકોર્ટ એરપોર્ટ શહેરની મધ્યમાં છે અને તેની આસપાસ રહેણાંક અને કોમર્શિયલ ઈમારતોને કારણે ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. તે એરબસ 320, બોઇંગ 737-800 કરતાં મોટા એરક્રાફ્ટની સેવા કરવામાં અસમર્થ છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 9:24 am, Thu, 8 June 23

Next Article