અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં બીજા દિવસે પણ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે, સોમવારે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસશે, આગાહી મુજબ ગુજરાતના અનેક જિલ્લામાં આજે મોડી સાંજે વરસાદ વરસ્યો છે. અમદાવાદના વિવિધ વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો છે.
અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL મેચ ચાલી રહી હતી જે દરમ્યાન આ વરસાદ પડતાં મેચ અટવાઈ હતી. દર્શકોમાં પણ હલચલ મચી હતી. GT vs CSKની જે મેચ ચાલી રહી હતી જેમાં ગુજરાત ટાઈટન્સની એક ઇનિંગ પૂર્ણ થઈ હતી જે બાદ વરસાદ ખાબક્યો હતો . હાલ 9 :50 કલાકે અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ વર્ષી રહયો છે.
અમદાવાદના બોપલ-ઘુમા સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ છે. મહત્વનુ છે કે એસજી હાઇવે પર પણ વરસાદ વર્ષી રહ્યો છે. છેલા 3 દિવસથી સતત વરસાદને પગલે કેટલાય વિસ્તારોમાં ઠંડક પ્રસરી છે.
ગત રોજ પણ આ જ પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી. શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્તા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. પાણી ભરાવાને કારણે અનેક વાહનચાલકો અટવાયા હતા. અનેક વિસ્તારોમાં ટ્રાફિકજામની પણ સમસ્યા સર્જાઈ હતી. પાણી ભરાવાને કારણે કેટલાક વાહનચાલકોના વાહનો પણ બંધ થઈ જતા ભારે હાલાકી પડી હતી. પ્રિમોન્સુન કામગીરીના દાવા વચ્ચે કમોસમી વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે ત્યારે ચોમાસા દરમિયાન પણ શહેરીજનોને આ જ પ્રકારની હાલાકી સહન કરવાનો વારો આવી શકે છે.
શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ સાથે ભારે પવન ફુંકાવાને કારણે શહેરમાં અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. વરસાદ અને તોફાની પવનને કારમે વિવિધ સ્થળે ઝાડ પડવાના ફાયર બ્રિગેડમાં અનેક કોલ નોંધાયા. રાયખડ સહિત પાંચ સ્થળો પર ઝાડ પડવાના કોલ નોંધાયા.
મહત્વનુ છે કે આજે આવી ઘટના કોઈ સ્થળે બનવા પામી નથી કારણ કે થોડા જ સમયમાં વરસાદ બંધ થયો હતો. જેને લઈ કોઇ મોટી ઘટના બનવા પામી નથી. જોકે થોડા જ વરસાદમાં ચાર એતરફ ઠંડક પ્રસરી હતી.
આજનું વાતાવરણ અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો
Published On - 8:22 pm, Mon, 29 May 23