Breaking News: અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ, હવામાન વિભાગે અમદાવાદ સહીત દ્વારકા, પોરબંદર, જામનગરના વિસ્તારોમાં આપી ત્રણ કલાકની આગાહી

|

Jun 30, 2023 | 6:37 PM

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. આગામી ત્રણ કલાક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે. અમદાવાદ સહીત દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્ર નગર, અમરેલી, સુરત, તાપી, વલસાડ, નવસારી, દાદરા અને નગર હવેલીમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

Breaking News: અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ, હવામાન વિભાગે અમદાવાદ સહીત દ્વારકા, પોરબંદર, જામનગરના વિસ્તારોમાં આપી ત્રણ કલાકની આગાહી

Follow us on

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. આગામી ત્રણ કલાક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે. અમદાવાદ સહીત દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્ર નગર, અમરેલી, સુરત, તાપી, વલસાડ, નવસારી, દાદરા અને નગર હવેલીમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ખેડા, મહીસાગર,અરવલ્લી, આણંદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી.

OTT પર રિલીઝ થઈ 'સિંઘમ અગેન' અને 'ભૂલ ભૂલૈયા 3', જાણો ક્યાં જોવી
આ ડ્રાય ફ્રૂટ્સ છે શાનદાર, વજન ઘટાડવામાં છે અકસીર
તમારા ઘરે શું છે, વોશરુમ, બાથરુમ કે ટોયલેટ? જાણો આ 3 શબ્દો વિશે
મધ્યમ વર્ગની ચિંતા દૂર થશે, વાર્ષિક ₹15 લાખ સુધીની આવક હશે તો નહીં લાગે ટેક્સ
નવા વર્ષમાં રેશનકાર્ડની જરૂર નહીં રહે, એક એપ દ્વારા તમામ કામ થશે
યુદ્ધ દરમિયાન ભારતીય સેનાએ કેમ આપ્યો હજારો કોન્ડોમનો ઓર્ડર ?

અત્યારે સુધી ગુજરતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જોકે આગામી ત્રણ ક્લાક ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસસે તેવું હવામાન વિભાગે જણાવ્યુ. હાલ સુધી સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ થઈ જેમાં રાજ્યના 80 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. સવારે 6 થી 4 વાગ્યા સુધીમાં 80 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો.

સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 9 ઈંચ વરસાદ. જૂનાગઢ શહેરમાં વધુ 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. જામનગરમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો. કચ્છના અંજારમાં 8 ઈંચ વરસાદ. છેલ્લા 2 કલાકમાં અંજારમાં 7 ઈેચ વરસાદ ખાબક્યો. ગાંધીધામમાં 2 કલાકમાં 4 ઈેચ વરસાદ ખાબક્યો છે.

આ પણ વાંચો  : રાજ્યના 200 તાલુકામાં શ્રીકાર વરસાદ, 26 તાલુકામાં 4 થી 10 ઇંચ જેટલો વરસાદ, જુઓ Video

દક્ષિણ ગુજરાતમાં વલસાડના ધરમપુર અને કપરાડામાં 5-5 ઈંચ વરસાદ નોંધાયો છે. અમરેલીના રાજુલામાં 4 ઈંચ વરસાદ. સુરતના બારડોલીમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદને લઈ હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યુ છે. જેને લઈ આગામી ત્રણ ક્લાક જોરદાર વરસાદ રહેશે. કહસ કરીને જામનગર, દ્વારકા, જૂનાગઢ, કચ્છમાં રેડ એલર્ટ જારી કરાયું છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:56 pm, Fri, 30 June 23

Next Article