Breaking News : ગાંધીનગરમાંથી ગેરકાયદે હથિયારોનો જથ્થો ઝડપાયો, પોલીસ તંત્રમાં દોડધામ, જુઓ Video

|

May 09, 2023 | 1:50 PM

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાંથી ગેરકાયદે હથિયારોનો જથ્થો ઝડપાયો છે.આ કાર છેલ્લા કેટલાક સમયથી ફ્લેટના બેઝમેન્ટમાં બિન વારસી પડી રહેતા સ્થાનિકોએ પોલીસ કંટ્રોલને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતાં ગાંધીનગર પોલીસનો કાફલાએ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન હથિયારનો જથ્થો મળતા ગાંધીનગર પોલીસ દોડતી થઈ છે.

Breaking News : ગાંધીનગરમાંથી ગેરકાયદે હથિયારોનો જથ્થો ઝડપાયો, પોલીસ તંત્રમાં દોડધામ, જુઓ  Video
Gandhinagar illegal Weapon Seized

Follow us on

ગુજરાતના(Gujarat)  પાટનગર ગાંધીનગરમાંથી(Gandhinagar)  ગેરકાયદે હથિયારોનો(Weapon)  જથ્થો ઝડપાયો છે. જેના પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી છે.જેમાં સરગાસણ ખાતે સ્વાગત એફોર્ડ ફલેટના બેઝમેન્ટમાં બિનવારસી કારમાંથી હથિયાર જથ્થો ઝડપાયો છે. જેમાં બે રિવોલ્વર, બે દેશી કટતાં અને 300 જેટલા જીવતા કારતુસ મળી આવ્યા છે. જેમાં હથિયાર સાથે ઝડપાયેલી કારના નંબરની પોલીસ તપાસ શરૂ કરી છે. કારનો નંબર ડમી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : Gujarat Heat Wave : ગુજરાતવાસીઓ આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર, આણંદ સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રીને પાર તાપમાન

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ કાર છેલ્લા કેટલાક સમયથી ફ્લેટના બેઝમેન્ટમાં બિન વારસી પડી રહેતા સ્થાનિકોએ પોલીસ કંટ્રોલને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતાં ગાંધીનગર પોલીસનો કાફલાએ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન હથિયારનો જથ્થો મળતા ગાંધીનગર પોલીસ દોડતી થઈ છે. જ્યારે હથિયારનો જથ્થો ક્યાંથી આવ્યો, કોણે મંગાવ્યો, કાર કોની છે.હથિયારનો ઉપયોગ થવાનો હતો, અને હથિયારનો ઉપયોગ કોણ કરવાનું હતું .આ તમામ સવાલોના જવાબ શોધવા ગાંધીનગર એલસીબી, સ્થાનિક પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Published On - 8:34 am, Tue, 9 May 23

Next Article