Breaking News : હવેથી નંબર પ્લેટ આવ્યા બાદ જ મળશે ખરીદેલુ વાહન, નવા વાહનોમાં TC નંબર સિસ્ટમ થઈ દૂર

|

Sep 13, 2023 | 3:57 PM

હવેથી નંબર પ્લેટ આવ્યા બાદ જ મળશે ખરીદેલુ વાહન તમને મળી શકશે. નવા વાહનોમાં TC નંબર સિસ્ટમ દૂર કરવામાં આવી છે. Rto પાસેથી કામ લઈને ડીલરોને સોંપાતા નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલા વાહન ખરીદી ટીસી નંબર આપી વાહન આપી દેવાતા હતા. હવે વાહન રજિસ્ટ્રેશન થયા બાદ અને તમામ ટેક્સ ભર્યા બાદ સીધો નવો નંબર આપીને જ નંબર સાથે વાહન આપવામાં આવશે.

Breaking News : હવેથી નંબર પ્લેટ આવ્યા બાદ જ મળશે ખરીદેલુ વાહન, નવા વાહનોમાં TC નંબર સિસ્ટમ થઈ દૂર

Follow us on

Ahmedabad : હવેથી નંબર પ્લેટ (number plate) આવ્યા બાદ જ મળશે ખરીદેલુ વાહન (Vehicle registration) તમને મળી શકશે. નવા વાહનોમાં TC નંબર સિસ્ટમ દૂર કરવામાં આવી છે. Rto પાસેથી કામ લઈને ડીલરોને સોંપાતા નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલા વાહન ખરીદી ટીસી નંબર આપી વાહન આપી દેવાતા હતા. હવે વાહન રજિસ્ટ્રેશન થયા બાદ અને તમામ ટેક્સ ભર્યા બાદ સીધો નવો નંબર આપીને જ નંબર સાથે વાહન આપવામાં આવશે.

આ પણ વાંચો- Gandhinagar: ઈ-વિધાનસભાના આરંભે જ સર્જાયો વિવાદ,વિરોધ પક્ષના નેતાઓ CMના સ્વાગત માટે આગળ ન આવ્યા, જુઓ Video

હવેથી નવા નંબર કાઢવાની અને નંબર પ્લેટ લગાવવાની કામગીરી પણ ડિલરે જ કરવાની રહેશે. આવતીકાલથી આ નવી પદ્ધતિ લાગુ થશે. 13 સપ્ટેમ્બર સુધીના તમામ ડેટા ડિલરોએ RTOને આપવા સૂચન કરવામાં આવ્યુ છે. 14 સપ્ટેમ્બરથી નવી પદ્ધતિ પ્રમાણે ડિલરો જ કામ કરી નંબર પ્લેટ સાથે નવા વાહન લોકોને આપી શકશે. તમામ વાહનોના રજિસ્ટ્રેશનથી લઈને નંબરની ફાળવણી સુધીની પ્રક્રિયા શો-રૂમમાંથી કરવામાં આવશે, જેથી ફી અને ટેક્સ ભર્યા બાદ તરત જ વાહનમાં નંબર પ્લેટ પણ લાગી જશે.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

પહેલાં આરટીઓમાંથી નંબરની ફાળવણી થતી હતી, જે હવે ડીલર્સ કક્ષાએથી જ ફાળવવામાં આવશે, જેથી નંબર ફાળવણીની પ્રક્રિયા ઝડપી બનશે તેમજ વાહનમાલિકોને આરટીઓ કચેરી આવવામાંથી મુક્તિ મળશે. ડીલર કક્ષાએથી નંબર ફાળવણી થયા બાદ આરટીઓમાંથી દસ્તાવેજોની ચકાસણી અને કાયદા મુજબ ફી અને ટેક્સ ભર્યો છે કે નહીં એની ચકાસણી કરવામાં આવશે.

જોકે બીજી તરફ વાહનોના ડિલરોએ નવી પદ્ધતિનો વિરોધ કર્યો છે. થોડા દિવસ અગાઉ જ ડિલર એસોશિએશન દ્વારા આ નિયમના વિરોધમાં પિટિશન ફાઇલ કરવામાં આવી છે. ત્યારે હવે નવી જાહેરાત અને આવતી કાલથી લાગુ થનારા નવા નિયમથી ડિલરો અળગા રહી શકે છે. ડીલર એસોસિએશન દ્વારા આગામી સમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરાશે.

નવા નિયમ પ્રમાણે, શોરૂમમાંથી વાહન ખરીદતા ત્યાં જ નંબર પ્લેટ લગાવી આપવામાં આવશે. નંબર પ્લેટ લાગ્યા વગર શોરૂમમાંથી વાહન નીકળી શકશે નહીં અને જો નંબર પ્લેટ લાગ્યા વગરના વાહનો બહાર ફરતા જોવા મળશે તો ડીલર પર કાર્યવાહી થશે તેવી તાકીદ પણ કરવામાં આવી છે.જેમાં સસ્પેનશન તેમજ ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હોય તો ફરિયાદ સહિતની કાર્યવાહી થશે.

 અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:24 pm, Wed, 13 September 23

Next Article