ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી વધુ એકવાર પાછી ઠેલાવાની શક્યતા છે. જસ્ટિસ ઝવેરી કમિશન અનામત અંગે સરકાર સમક્ષ ફેબ્રુઆરીના અંત સુધીમાં રિપોર્ટ રજૂ કરી શકે છે. સ્થાનિક કમિશનનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી ચૂંટણીઓમાં વધુ વિલંબની શક્યતા છે. ગુજરાતમાં ચાલુ વર્ષે ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. 17 તાલુકા પંચાયત, 71 નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. કુલ 3 હજાર 835 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. ત્યારે OBC અનામતના કારણે રાજ્ય ચૂંટણીપંચ તારીખ જાહેર કરી શકે તેમ ન હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે.
મળતી માહિતી પ્રમાણે જસ્ટિસ ઝવેરી કમિશનની ભલામણના આધારે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં અનામત નક્કી કરવામાં આવશે. ફેબ્રુઆરીના અંત સુધીમાં આ રિપોર્ટ વિધાનસભાના સત્રમાં રજૂ થાય તેવી સંભાવના છે. આ રિપોર્ટના આધારે ગુજરાતની ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં અનામત બેઠકોમાં ફેરફાર થવાની શક્યતા છે.જેથી જસ્ટીસ કલ્પેશ ઝવેરી કમિશનનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી રાજ્ય ચૂંટણી કમિશન આ સંસ્થાઓની ચૂંટણી કરી શકે તેમ નથી.
વર્ષ 2023માં ગુજરાતમાં ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. 17 તાલુકા પંચાયત, 71 નગરપાલિકા મળીને કુલ 3 હજાર 835 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. જો કે જસ્ટિસ ઝવેરી કમિશનનો રિપોર્ટ ન આવતા ચૂંટણી પંચ તેની તારીખ જાહેર કરી શકે તેમ નથી. મહત્વનું છે કે રાજ્ય સરકારે ગત વર્ષે જુલાઇ મહિનામાં હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કલ્પેશ ઝવેરીના નેતૃત્વમાં ઝવેરી કમિશન રચ્યુ હતુ. આ કમિશન દ્વારા હાલમાં સ્થાનિક સંસ્થાઓમાં ઓબીસી અનામતની સમીક્ષા કરી રહ્યુ છે. કલ્પેશ ઝવેરી કમિશન પોતાનો રિપોર્ટ જ્યારે આપશે તેના ત્રણ માસ બાદ ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ છે.
Published On - 10:15 am, Sat, 21 January 23