Breaking News : પોલીસ સ્ટેશનમાં પોલીસ અસુરક્ષિત? આરોપીએ પોલીસકર્મીને પાઇપનો ઘા કર્યો, ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા

|

Aug 28, 2023 | 1:20 PM

Breaking News : ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PSO ઉપર પોલીસ સ્ટેશનમાં હુમલો થયો છે. અસામાજિક પ્રવૃત્તિ બાબતે PCR દ્વારા પોલીસ સ્ટેશનને સોંપાયેલ વ્યક્તિએ હુમલો કર્યો છે.

Breaking News : પોલીસ સ્ટેશનમાં પોલીસ અસુરક્ષિત? આરોપીએ પોલીસકર્મીને પાઇપનો ઘા કર્યો, ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા

Follow us on

Breaking News : ભરૂચ(Bharuch Police) શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PSO ઉપર પોલીસ સ્ટેશનમાં હુમલો(Attack on Police) થયો છે. અસામાજિક પ્રવૃત્તિ બાબતે PCR દ્વારા પોલીસ સ્ટેશનને સોંપાયેલ વ્યક્તિએ હુમલો કર્યો છે. હુમલામાં પોલીસકર્મી ભીમસિંગ રામસિંગભાઈ ઈજાગ્રસ્ત થયા છે જેમને ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

હુમલાખોર આરોપીનું નામ વિજય હોવાનું અને તે માનસિક અસ્વસ્થ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું હોવાનું જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા(Mayur Chanda – SP Bharuch)એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

ભીમસિંગ રામસિંગભાઈ – ઈજાગ્રસ્ત પોલીસકર્મી

પોલીસ સ્ટેશનમાં પોલીસ અસુરક્ષિત?

પોલીસસુત્રો તરફથી મળતી માહિતી મુજબ ભરૂચ પોલીસ કંટ્રોલને મળેલી માહિતીના આધારે PCR ની ટીમે અસામાજિક પ્રવૃત્તિ મામલે એક વ્યક્તિની અટકાયત કરી તેને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસને સોંપ્યો હતો. એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PSO ભીમસિંગ રામસિંગભાઈ તેની નામઠામ સહિતની વિગતો પૂછી રહ્યા હતા ત્યારે અચાનક હુમલો કરી દીધો હતો.

જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મોટી મુસીબતનો આવ્યો અંત, જાણો શું છે આખો મામલો
શ્વાસ લેવા બરાબર છે તમારા શરીર માટે આ વિટામિન, દેશમાં 47 ટકા લોકોમાં છે કમી
Bigg Boss 18 : ગુજરાતી મોડલ અદિતિ મિસ્ત્રી બિગ બોસમાં છવાઈ, જુઓ ફોટો

ભીમસિંગ રામસિંગભાઈ વસાવા પૂછપરછ કરી રહ્યા હતા ત્યારે અચાનક આરોપીએ તમેના માથામાં પાઇપનો ઘા કરી દીધો હતો. આરોપી પાસે સળિયો કઈ  રીતે આવ્યો અને તેણે પોલીસ સ્ટેશનમાં પોલીસ ઉપર હુમલો કેમ કર્યો તે પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે.

જિલ્લા પોલીસ અધિક્ષક સિવિલ હોસ્પિટલ પહોંચ્યા

પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી ઉપર સળીયાથી હુમલાની ઘટના ગંભીરતાથી લેવામાં આવી રહી છે. એકતરફ આરોપી અસ્થિર મગજનો હોવાનો ગણગણાટ છે તો બીજી તરફ ઘટનાના રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા (Mayur Chanda – SP Bharuch) અને નાયબ પોલીસ અધિકક્ષ ચિરાગ દેસાઈ (Chirag Desai -Dysp)પહોંચ્યા હતા જેમણે ઘટનાનો તાગ મેળવ્યો હતો.

Published On - 11:50 am, Mon, 28 August 23

Next Article