Breaking News : અમદાવાદમાં રથયાત્રા પૂર્વે પોલીસે 21 લોકોની અટકાયત કરી, જુઓ Video

|

Jun 09, 2023 | 8:58 AM

અમદાવાદમાં રથયાત્રા પૂર્વે પોલીસ સતર્ક થઇ છે.ઇસનપુરના ચંડોળા તળાવ આસપાસના વિસ્તારમાં શહેર પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું છે.પોલીસે અલગ અલગ 10 ટીમો બનાવી કોમ્બિંગ કર્યું હતું. જેમાં150થી વધુ પોલીસ અધિકારી, કર્મચારી સર્ચ ઓપરેશનમાં જોડાયા હતા.તો આ તરફ ગોમતીપુર, રખિયાલ, બાપુનગરમાં ગુનેગારોના રહેણાક સ્થળે ચેકિંગ કરાયું. જેમાં ACP, PI સહિત 90 પોલીસકર્મીઓની 15 ટીમે તપાસ કરી હતી. જેમાં કુલ 77 માથાભારે તત્વોની કરી તપાસ અને 21 લોકોની અટકાયત કરી છે.

Breaking News : અમદાવાદમાં રથયાત્રા પૂર્વે પોલીસે 21 લોકોની અટકાયત કરી, જુઓ Video
Ahmedabad Rathyatra Police

Follow us on

Ahmedabad : અમદાવાદમાં (Ahmedabad)  રથયાત્રા(Rathyatra 2023)  પૂર્વે પોલીસ સતર્ક થઇ છે.ઇસનપુરના ચંડોળા તળાવ આસપાસના વિસ્તારમાં શહેર પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું છે.પોલીસે અલગ અલગ 10 ટીમો બનાવી કોમ્બિંગ કર્યું હતું. જેમાં150થી વધુ પોલીસ અધિકારી, કર્મચારી સર્ચ ઓપરેશનમાં જોડાયા હતા.તો આ તરફ ગોમતીપુર, રખિયાલ, બાપુનગરમાં ગુનેગારોના રહેણાક સ્થળે ચેકિંગ કરાયું. જેમાં ACP, PI સહિત 90 પોલીસકર્મીઓની 15 ટીમે તપાસ કરી હતી. જેમાં કુલ 77 માથાભારે તત્વોની કરી તપાસ અને 21 લોકોની અટકાયત કરી છે.

રથયાત્રામાં પ્રથમ વખત ટેલિગ્રામ ઓપરેટિંગ સિસ્ટમ લોંચ કરાશે

મહત્વનુ છે કે અમદાવાદમાં આગામી 20 જૂને ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. રથયાત્રાના જે પૂર્વે જ અમદાવાદ પોલીસએલર્ટ મોડમાં જોવા મળી હતી. જેમાં આ વખતે પ્રથમ વાર સુરક્ષા  બંદોબસ્ત જાળવવા   માટે ટેલિગ્રામ બોટ સિસ્ટમનો ઉપયોગ થશે. રથયાત્રામાં પ્રથમ વખત ટેલિગ્રામ ઓપરેટિંગ સિસ્ટમ લોંચ કરાશે.

આ સુવિધા બંદોબસ્તમાં આવતા પોલીસ માટે મદદરૂપ રહેશે

જેના લીધે દરેક અધિકારીને સોંપેલાં કામગીરીનો રિપોર્ટ રહેશે અને રથયાત્રાના રૂટ પર આવતા અધિકારી અને પોલીસ કર્મચારીઓની માહિતી મળી રહેશે. આ ઉપરાંત રૂટમાં કોઈ ઇમરજન્સીમાં દરેક સર્વિસના સંપર્કની માહિતી મેળવશે. આ સુવિધા બંદોબસ્તમાં આવતા પોલીસ માટે મદદરૂપ રહેશે.

શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ

શહેરમાં નવા રહેવા આવતા 11 હજાર ઘરોની તપાસ કરાઈ છે.

આ અંગે પોલીસે હાથ ધરેલી કામગીરી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે 1 મેથી અત્યાર સુઘી પેરોલ ફર્લો ના 2392 આરોપીઓને તપાસવામાં આવ્યા છે. તેમજ વાહન ચેકિંગમાં 9078 વાહનો ચેકીંગ કરાયા છે. જ્યારે નાકાબંધીમાં 3 હજારથી વધુ વાહનો ચેક કરાયા છે. તેમજ શહેરમાં નવા રહેવા આવતા 11 હજાર ઘરોની તપાસ કરાઈ છે.

બુટલગરો સામે 300 થી વધુ કેસો કરવામાં આવ્યા છે

પોલીસ દ્વારા સુરક્ષા તપાસમાં તડીપાર 204 ઈસમોની ચકાસણી કરાઈ છે અને 117 લોકો સામે ગુનો નોંધી ફરીવાર તડીપાર કરાયા છે. જ્યારે હથિયાર લઇ ફરતા 734 લોકોને પકડવામાં આવ્યા છે. આર્મ્સ એક્ટ હેઠળ 16 કેસ દાખલ કરવામાં આવ્યા છે. 90 વોન્ટેડ આરોપીઓને પકડવામાં આવ્યા છે. બુટલગરો સામે 300 થી વધુ કેસો કરવામાં આવ્યા છે. 9 પાસા અને 14 તડીપારના કેસો કરવામાં આવ્યા છે.

હોટેલ અને ધર્મશાળા મળી રહેવા લાયક 1927 જગ્યાઓ તપાસવામાં આવી

જ્યારે સુરક્ષા બંદોબસ્તના ભાગરૂપે એક મહિનામાં 343 મિટિંગો પોલીસ, મંડળીઓ અને મંદિર પ્રસાશન સાથે કરવામાં આવી છે. તેમજ સઘન સુરક્ષા માટે 1523 સીસીટીવી રથયાત્રા રૂટ પર લગાવવામાં આવ્યા છે. જ્યારે 471 સીમકાર્ડ સેલરની તપાસ કરવામાં આવી અને 3 સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. હોટેલ અને ધર્મશાળા મળી રહેવા લાયક 1927 જગ્યાઓ તપાસવામાં આવી છે.

સીસીટીવી લાઈવ જોઈ શકાય એવી વ્યવસ્થા

જ્યારે રથયાત્રા પૂર્વે જ 629 રૂટ પર પોલીસનું ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. 111 શાંતિ સમિતિની બેઠકો, 190 મહોલ્લા બેઠકો અને 18 લોક દરબાર કરાયા છે. કમ્યુનિટી પોલીસિંગ હેઠળ લોકો અફવાઓ પર ધ્યાન ના આપે એ ધ્યાન અપાઈ રહ્યું છે. જ્યારે આ વખતે સમગ્ર રથયાત્રા પર ડ્રોનથી સતત નજર રહેશે. તેમજ રૂટ પરના તમામ સીસીટીવી લાઈવ જોઈ શકાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 8:14 am, Fri, 9 June 23

Next Article