Breaking News : અતીક અહેમદને લઇ પોલીસ કાફલો સાબરમતી જેલ પહોંચ્યો, જુઓ Video

અતીક અહેમદને લઇ પોલીસ કાફલો સાબરમતી જેલ પહોંચ્યો છે.પ્રયાગરાજમાં કોર્ટે મંગળવારે કથિત માફિયા અને ભૂતપૂર્વ સાંસદ અતીક અહેમદને અપહરણના કેસમાં સખત આજીવન કેદની સજા સંભળાવી હતી. અતીક અહેમદને યુપી પોલીસ પ્રયાગરાજથી સાબરમતી જેલ લઇને આવવા રવાના થઈ હતી. યુપી પોલીસ 28 માર્ચની રાત્રે 8. 35 વાગે પ્રયાગરાજથી નીકળી હતી.

Breaking News : અતીક અહેમદને લઇ પોલીસ કાફલો સાબરમતી જેલ પહોંચ્યો, જુઓ Video
Atiq Ahmed Ahmedabad
| Updated on: Mar 29, 2023 | 10:19 PM

અતીક અહેમદને લઇ પોલીસ કાફલો સાબરમતી જેલ પહોંચ્યો છે.અતીક અહેમદને લઇને પ્રયાગરાજથી નીકળેલો યુપી પોલીસનો કાફલો સાબરમતી જેલ પહોંચ્યો છે. કુખ્ચાત ગેંગસ્ટર અતીક અહેમદને અમદાવાદ લવાયો છે. ઉત્તરપ્રદેશ પોલીસ પ્રયાગરાજથી અતીકને લઇ ગુજરાત આવી છે. મહત્વનું છે કે 17 વર્ષ જૂના કેસમાં અતીક અહેમદને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. ઉમેશ પાલ અપહરણ કાંડમાં અતીક સહિત ત્રણ આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી.

અહીં પોલીસ મારા પર કેસ નાખશે, મને સાબરમતી મોકલો

સજા સંભળાવ્યા બાદ અતિકે કોર્ટને વિનંતી કરી હતી કે ‘મને સાબરમતી જેલમાં જ મોકલો, હું અહીં નથી રહેવા માંગતો, પોલીસ મારા પર કેસ લાદશે.’ જોકે, કોર્ટે અતીકની વિનંતી પર કંઈ કહ્યું ન હતું. આ પછી અતિક અહેમદ પ્રયાગરાજ કોર્ટથી નૈની સેન્ટ્રલ જેલમાં પરત ફર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2006માં ઉમેશ પાલના અપહરણના કેસમાં કુલ 10 આરોપીઓ હતા. જેમાંથી કોર્ટે અતિકના ભાઈ અશરફ સહિત 7ને નિર્દોષ જાહેર કર્યા હતા, પરંતુ અતિક અહેમદ, દિનેશ પાસી અને અતિકના વકીલ સૈલત હનીફને આજીવન કેદની સજા ફટકારી છે.

UP પોલીસ અતીકને લઇ ગુજરાત આવવા નીકળી

પ્રયાગરાજમાં કોર્ટે મંગળવારે કથિત માફિયા અને ભૂતપૂર્વ સાંસદ અતીક અહેમદને અપહરણના કેસમાં સખત આજીવન કેદની સજા સંભળાવી હતી. અતીક અહેમદને યુપી  પોલીસ પ્રયાગરાજથી સાબરમતી જેલ લઇને આવવા રવાના થઈ છે. યુપી પોલીસ રાત્રે 8. 35 વાગે પ્રયાગરાજથી નીકળી છે . જે સંભવિત રીતે બુધવારે રાત્રે સાબરમતી જેલ પહોંચે તેવી શકયતા છે.

Published On - 7:37 pm, Wed, 29 March 23