Breaking News : પાકિસ્તાને ભારતના 199 માછીમારો અને એક નાગરિકને કર્યો મુક્ત, તમામ વાઘા બોર્ડર આવવા રવાના

આ સમાચાર સાંભળતા જ માછીમારોના પરિવારોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. તો બીજા રાઉન્ડના 361 માછીમારો 17 મેએ લાંડી જેલમાંથી મુક્ત કરવામાં આવશે.

Breaking News : પાકિસ્તાને ભારતના 199 માછીમારો અને એક નાગરિકને કર્યો મુક્ત, તમામ વાઘા બોર્ડર આવવા રવાના
| Updated on: May 12, 2023 | 10:07 AM

પાકિસ્તાને (Pakistan) 199 ભારતીય માછીમારો અને 1 નાગરિક સહિત 200 લોકોને પાકિસ્તાનની લાંડી જેલમાંથી મુક્ત કર્યા છે. આ તમામને વાઘા બોર્ડર માટે રવાના કરવામાં આવ્યા છે. આ સમાચાર સાંભળતા જ માછીમારોના (fishermen) પરિવારોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. તો બીજા રાઉન્ડના 361 માછીમારો 17 મેએ લાંડી જેલમાંથી મુક્ત કરવામાં આવશે.

આ પણ વાંચો-Gujarati Video : નવસારીના એરૂ ચાર રસ્તા પાસે આવેલી અંકુર પાર્ક સોસાયટીમાં મધરાતે ચોરી, ત્રણ તસ્કરો CCTVમાં કેદ

ટ્રેન માર્ગે વડોદરા પહોંચશે ગુજરાતના આ માછીમાર

ગુજરાત ફિશરીઝ વિભાગના 8 અધિકારી જરૂરી દસ્તાવેજ સાથે માછીમારોને લેવા વાઘા બોર્ડર પહોંચશે. લાહોરથી માછીમારોને વાઘા બોર્ડર પર સેનાને સોંપવામાં આવશે. 14 મેના રોજ માછીમારો ટ્રેન માર્ગે વડોદરા પહોંચશે.વડોદરાથી બસ માર્ગે માછીમારોને વેરાવળ લાવવામાં આવશે. ગુજરાતના હજુ 560 માછીમારો પાકિસ્તાનની જેલમાં છે.

કુલ ત્રણ તબક્કામાં માછીમારોની મુક્તિ થશે

પાકિસ્તાન તરફથી ત્રણ તબક્કામાં કુલ 499 માછીમારોને મુક્ત કરવામાં આવશે. પહેલા તબક્કામાં આજે 199 માછીમારો અને એક કેદીની મુક્તિ થઇ છે. જ્યારે બીજા તબક્કામાં 2 જુનના રોજ 200 અને 7 જુલાઈએ 100 માછીમારોને મુક્ત કરવામાં આવશે.

પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કર્યો હતો આ દાવો

આપવે જણાવી દઈએ કે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેવા ભારત આવ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે સદ્ભાવનાના સંકેત તરીકે પાકિસ્તાન 600 ભારતીય માછીમારોને મુક્ત કરશે. પાકિસ્તાને દાવો કર્યો હતો કે માછીમારોએ દરિયાઈ સીમાનું ઉલ્લંઘન કર્યું છે. આ માટે આ લોકોને જેલમાં રાખવામાં આવ્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Published On - 9:04 am, Fri, 12 May 23