Breaking News : ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર, ગુજરાતમાં કમોસમી વરસાદનો આવશે વધુ એક રાઉન્ડ, અમદાવાદ ગાંધીનગરમાં પડશે વરસાદ

|

Mar 27, 2023 | 3:38 PM

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડ થશે. 29, 30 અને 31 માર્ચે ગુજરાતમાં વરસાદ માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે.

Breaking News : ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર, ગુજરાતમાં કમોસમી વરસાદનો આવશે વધુ એક રાઉન્ડ, અમદાવાદ ગાંધીનગરમાં પડશે વરસાદ

Follow us on

ગુજરાતમાં ખેડૂતોની મુસીબત ઓછુ થવાનું નામ નથી લઇ રહી. ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડ થશે. 29, 30 અને 31 માર્ચે ગુજરાતમાં વરસાદ માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.

28 માર્ચે રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે

રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદનું સંકટ જોવા મળશે. સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.  હવામાન વિભાગે આગામી 5 દિવસને લઈને આગાહી કરી છે. આગામી 2 દિવસમાં વરસાદની શકયતા નહીંવત દર્શાવવામાં આવી છે. જો કે હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આવતીકાલ એટલે કે 28 માર્ચે રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળશે. જે પછી 29, 30 અને 31 માર્ચે ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ જોવા મળશે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થશે વરસાદ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત રિજયન અને કચ્છમાં વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ અને અરવલ્લીમાં વરસાદ રહેશે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

31 માર્ચે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં વરસાદ રહેશે. 30 તારીખે રાજકોટ, જામનગર, દ્વારકા અને કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે. તો 31 તારીખે પોરબંદર, અમરેલી, જૂનાગઢ, દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

29 અને 30 માર્ચે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડશે

આગામી 3 દિવસમાં તાપમાન 3 ડિગ્રી વધવાની આગાહી કરવામાં આવી છે. તાપમાન વધતા ગરમીમાં પણ વધારો થશે. બે દિવસ બાદ વરસાદને કારણે તાપમાનમાં સામાન્ય ઘટાડો થશે. 29 અને 30 માર્ચે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારમાં પવન અને ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ વરસી શકે છે. પહેલા ગરમી અને બાદમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

કમોસમી વરસાદથી ખેડૂતોના મોઢે આવેલો કોળ્યો છિનવાયો છે. ખેડૂતો માટે આભમાંથી આફત વરસતા જગતના તાતની કમાણી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. માવઠાથી ઘઉં, ચણા, ધાણા, તલ, એરંડા, સૂર્યમુખી સહિતના ઊભા પાકો પર પાણી ફરી ગયુ છે. હવે સરકાર દ્વારા વહેલી તકે સર્વે કરાવી અને સહાય આપે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.

Published On - 3:07 pm, Mon, 27 March 23

Next Article