
સિક્કીમમાં જે હિમ પ્રપાતની ઘટના બની છે તેમાં 300થી વધુ ગુજરાતીઓ સુરક્ષિત હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા.
સિક્કીમના હિમપ્રપાતના સમાચાર સામે આવતા ગુજરાતમાંથી ફરવા ગયેલાસહેલાણીઓના પરિવાર માટે રાહતના સમાચાર આવ્યા છે કે સિક્કીમમાં 300થી વધુ ગુજરાતીઓ સલામત છે.
ગેંગટોક, નાથુલા પાસ વિસ્તારમાં 300થી વધુ ગુજરાતી પ્રવાસીઓ હાજર છે. ગેંગટોકથી નાથુલા પાસનું અંતર અંદાજીત 55 કિલોમીટર છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ, સુરત વડોદરા સુરતના પ્રવાસીઓ નાથુલા પાસ જવાના હતા. પરંતુ આર્મીએ રોકી દીધા હતા. ટૂર ઓપરેટરના કહેવા પ્રમાણે તમામ યાત્રીઓ સુરક્ષિત છે
સિક્કીમના લોકપ્રિય પર્યટન સ્થળ ત્સોમગો સરોવર નજીક હિમપ્રપાતની ઘટના બની છે. જેના પગલે 6 લોકોના મોત થયા છે. તો બીજી ત રફ 20થી વધુ લોકો ઘાયલ થયા છે. મોત નિપજ્યા તેમાં 4 પુરુષ, 1 મહિલા અને 1 બાળકનો સામાવેશ થાય છે. હિમપ્રપાતને પગલે 150થી વધુ લોકો ફસાયા હોવાની માહિતી સામે આવી છે.. ફસાયેલા પર્યટકોને બચાવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે
BRO દ્વારા બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે .મળતી માહિતી પ્રમાણે જેએનએમ રોડ પર 14 માઈલ અચાનક હિમપ્રપાત થયો હતો જેમાં અનેક યાત્રીઓ ફસાઇ ગયા હતા. બીઆરઓએ પ્રોજેક્ટ સ્વસ્તિક દ્વારા સ્વિફ્ટ રેસ્ક્યૂ ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું છે. ઉંડી ખીણમાંથી 22 પર્યટકોને બચાવવામાં આવ્યા છે. ઘાયલોને નજીકના STNM હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
Published On - 6:02 pm, Tue, 4 April 23