Ahmedabad Rain Breaking News : વરસાદના વિરામ બાદ ફરી અમદાવાદના વાતાવરણમાં પલટો, શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ, જુઓ Video

|

Aug 20, 2023 | 2:24 PM

અમદાવાદના અનેક વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ છે. તેમજ શહેરમાં વાદળછાયા વાતાવરણ સાથે બફારાનો માહોલ જોવા મળ્યો છે. શહેરમાં કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.

Ahmedabad Rain Breaking News : વરસાદના વિરામ બાદ ફરી અમદાવાદના વાતાવરણમાં પલટો, શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ, જુઓ Video
Rain

Follow us on

Ahmedabad Rain : અમદાવાદમાં વરસાદના વિરામ બાદ ફરી એક વાર શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ છે. તેમજ શહેરમાં વાદળછાયા વાતાવરણ સાથે બફારાનો માહોલ જોવા મળ્યો છે. શહેરમાં કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast: આજે ભાવનગર સહિત રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના, જુઓ Video

વસ્ત્રાલ વિસ્તારમાં ઝરમર વરસાદ શરૂ થયો છે. વસ્ત્રાલ સાથે ઓઢવ સહિત પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. તો વડોદરામાં વરસાદના 10 દિવસના વિરામ બાદ ડભોઈ શહેર અને તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જ્યારે મહુડી, ભાગોળ, નવાપુરા, કડિયાવારમાં વરસાદ વરસ્યો છે. રેલવે સ્ટેશન, સિનોર ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

હવામાન વિભાગે બે દિવસ વરસાદની કરી આગાહી

આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બની છે, જેના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે બે દિવસ વરસાદની આગાહી કરી છે. આજે અને આવતીકાલે રાજ્યભરમાં વરસાદ રહેશે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

જેમાં ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.. તો સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદમાં ગાજવીજની શક્યતા છે.. આ ઉપરાંત ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. બીજી તરફ સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના અમુક જિલ્લાના ભાગોમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને સામાન્યથી મધ્યમ વરસાદ થશે.. તો આવતીકાલે રાજ્યના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 9:51 am, Sun, 20 August 23

Next Article