
Ahmedabad : સોશિયલ મીડિયા પર પોલીસ યુનિફોર્મમાં રીલ બનાવવી અઘરી પડી. રાજ્યના ડીજીપી દ્વારા કરવામાં આવેલા પરિપત્ર મામલે કાર્યવાહી થશે. યુનિફોર્મ સાથે કોઈ પોલીસકર્મી રિલ્સ નહિ બનાવવા આદેશ કરવામાં આવ્યો હતો. ખાનગી વાહનોમાં પોલીસ લખેલી નેમ પ્લેટ સાથેનો વીડિયો બનાવનાર પર કાર્યવાહી શરુ. CID ક્રાઇમ દ્વારા રાજ્યભરના પોલીસકર્મીનાં સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે. 4 પીએસઆઈ અને 13 કોન્સ્ટેબલ વિરૂદ્ધ કાર્યવાહીના આદેશ અપાયા છે.
ગુજરાત પોલીસ માટે સોશિયલ મીડિયા (Social media) અંગે ખાસ આચારસંહિતા (Code of Conduct) બનાવવામાં આવી છે. જેમાં કેટલાક પોલીસકર્મી આચારસંહિતાનું પાલન ન કરતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Surat : સનગ્રેસ હોસ્પિટલની લિફ્ટ બંધ થતા 10 લોકો ફસાયા, દીવાલ તોડીને તમામનું કરવામાં આવ્યુ રેસ્ક્યુ
ગુજરાત પોલીસ ખાખી યુનિફોર્મ સાથે રિલ્સ નહીં બનાવી શકે. DGP વિકાસ સહાય દ્વારા ગુજરાત પોલીસ માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. ગુજરાત પોલીસ માટે સોશિયલ મીડિયા અંગે ખાસ આચારસંહિતા (Code of Conduct) બનાવવામાં આવી છે.
જેમાં કેટલાક પોલીસકર્મી આચારસંહિતાનું પાલન ન કરતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ આ પરિપત્રમાં પોલીસકર્મી સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરશે તો પગલા લેવાશે તેવુ પણ જણાવવામાં આવ્યુ છે. પોલીસકર્મી યુનિફોર્મમાં રિલ્સ બનાવશે તો પગલા લેવામાં આવશે.
આ પણ વાંચો : મહેસાણા જિલ્લામાં આરોગ્ય વિભાગનો સર્વે, 247 સગર્ભા માતાઓને તમાકુ અને 47ને ધૂમ્રપાનનું વ્યસન
Published On - 11:03 pm, Thu, 31 August 23