Breaking News : મહાઠગ કિરણ પટેલને જમ્મુથી અમદાવાદ લવાશે, ટ્રાન્ઝિટ રિમાન્ડને આધારે અમદાવાદ લાવી પુછપરછ કરાશે

કિરણ પટેલ સામે PMOના ખોટા અધિકારીની ઓળખ આપ્યાનો આરોપ છે. સાથે સાથે મકાન પચાવી પાડવા અને જમીનની ઠગાઈ સંબંધિત ગુના પણ નોંધાયા છે.

Breaking News : મહાઠગ કિરણ પટેલને જમ્મુથી અમદાવાદ લવાશે, ટ્રાન્ઝિટ રિમાન્ડને આધારે અમદાવાદ લાવી પુછપરછ કરાશે
Kiran Patel
Image Credit source: File Photo
| Edited By: | Updated on: Aug 09, 2023 | 10:49 PM

મહાઠગ કિરણ પટેલને (Kiran Patel) આવતીકાલે જમ્મુ-કાશ્મીરથી અમદાવાદ લવાશે. ટ્રાન્ઝિટ રિમાન્ડને આધારે અમદાવાદ લાવીને પુછપરછ કરાશે. કિરણ પટેલ સામે PMOના ખોટા અધિકારીની ઓળખ આપ્યાનો આરોપ છે. સાથે સાથે મકાન પચાવી પાડવા અને જમીનની ઠગાઈ સંબંધિત ગુના પણ નોંધાયા છે.

આ પણ વાંચો ISKCON Bridge Accident: અમદાવાદ RTO એ તથ્ય પટેલનું ડ્રાઈવિંગ લાયસન્સ કર્યું રદ્દ, જુઓ Video

મહાઠગ કિરણ પટેલ સામે અલગ અલગ ત્રણ કેસ ચાલી રહ્યા છે

અમદાવાદના એક બિલ્ડર સાથે 80 લાખની જમીન વેચવાનો સોદો કર્યો હતો. જેમાં કિરણ પટેલે 25 લાખનું બાનાખત કરીને રૂપિયા લઈ લીધા બાદ દસ્તાવેજ કર્યો નહોતો. જે અંગે ફરિયાદ નોંધાઈ હતી. આ ઉપરાંત કિરણ પટેલ દ્વારા જગદિશ ચાવડા નામના વ્યક્તિનો બંગલો રિનોવેશનના નામે પચાવી પાડવાના કેસમાં તેમજ અમદાવાદની હયાત હોટેલમાં G-20ની પ્રમોશનલ ઇવેન્ટ યોજીને 3.51 લાખના ઠગાઇના કેસ સહિત આ અલગ અલગ ત્રણેય કેસ ચાલી રહ્યા છે.

PMOના અધિકારીની ઓળખ આપી અનેક લોકોને છેતર્યા હતા

ગુજરાતના મહાઠગ કિરણ પટેલે PMOના અધિકારી હોવાનુ કહીને અનેક લોકોને છેતર્યા હોવાની ઘટના સામે આવી હતી. જે બાદ સતત મહાઠગના કારનામા એક પછી એક બહાર આવ્યા હતા. મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો. જે બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે કિરણ પટેલની પત્ની માલિની પટેલની ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાંચ દ્વારા માલિનીની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પતિ કિરણ પટેલ સાથે મળીને માલિની પટેલે અમદાવાદના એક વ્યક્તિનો આલિશાન મકાન પડાવવાનો કારસો રચ્યો હોવાનું ખુલ્યું હતું.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો

Published On - 10:23 pm, Wed, 9 August 23