કર્ણાટક ચૂંટણી હવે ગુજરાતી નેતાઓના ભરોસે છે ત્યારે સરકાર સંગઠનના 6 નેતાઓ સતત હવે કર્ણાટકના પ્રવાસમાં રહેશે. સાથે સાથે 125 કાર્યકર્તાઓની ફોજ પણ કર્ણાટક જશે. કર્ણાટકની ચૂંટણીની જવાબદારી પણ મનસુખ માંડવિયાના શીરે છે.
ગુજરાતમાંથી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત જીતુ વાઘાણી, ગણપત વસાવા, પ્રવીણ માળી, પ્રદીપસિંહ વાઘેલા, પૂર્ણેશ મોદી સહિતના સહિતના નેતાઓ પણ કર્ણાટક જશે.
ગુજરાતના 6 નેતા તેમજ 125 કાર્યકર્તાઓ 15 એપ્રિલ બાદ કર્ણાટક જશે. તેમજ ગુજરાતના 6 નેતાઓના કર્ણાટકમાં સતત ધામા રહેશે.
224 વિધાનસભા બેઠકો માટે 10 મેના રોજ મતદાન થશે. 2018ની ચૂંટણીમાં, ભાજપે 121 બેઠકો જીતી હતી.
કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઇ છે. 13 મેના રોજ કર્ણાટકમાં ચૂંટણી યોજાવાની છે. ત્યારે કર્ણાટકની ચૂંટણીનો જંગ જીતવા ભાજપ ગુજરાત મોડેલ અપનાવી રહ્યુ છે. 2022 ગુજરાતની ચૂંટણીમાં ભાજપે 156 બેઠક સાથે ભવ્ય વિજય મેળવ્યો હતો. ત્યારે કર્ણાટકમાં પણગુજરાત જેવી જ સફળતા મળે તે માટે ભાજપે કર્ણાટકમાં પણ ગુજરાત મોડલ અપનાવવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત ચૂંટણી બાદ હવે કર્ણાટક ચૂંટણીમાં પણ ‘ભરોસાની ભાજપ સરકાર’ સ્લોનનો ઉપયોગ થઇ રહ્યો છે.
ગુજરાતની ચૂંટણીમાં ‘ડબલ એન્જીન સરકાર, સપના સાકાર’ સ્લોગન પણ ઉપયોગ કરાયો હતો. ત્યારે હવે ગુજરાતની જેમ કર્ણાટકમાં 5 ઝોનમાં અલગ અલગ મીડિયા સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. કર્ણાટકની ચૂંટણી માટે રાષ્ટ્રીય નેતાઓના પ્રવાસમાં પણ ગુજરાત પેટર્નનો ઉપયોગ થશે.
પીએમ મોદી અને ભાજપના તમામ કેન્દ્રીય નેતાઓને કર્ણાટકના ચૂંટણી પ્રચારમાં ઉતારવામાં આવશે. ગુજરાત ભાજપના 100થી વધુ કાર્યકરો કર્ણાટક જશે. આ કાર્યકરોને બુથ પ્રમાણે જવાબદારી સોંપવામાં આવશે. પ્રદેશ ભાજપના મીડિયા કન્વીનર, આગેવાનો પ્રચાર અને તૈયારીમાં અત્યારથી જોડાઈ ગયા છે.
ગુજરાત મોડેલ ઉપર કર્ણાટકની અંદર ભાજપ કેમ્પેઇન કરી રહ્યુ છે. ગુજરાતમાં જે પ્રમાણે વડાપ્રધાન જનમેદની વચ્ચે જતા હતા. તે જ પ્રમાણેનું ફોર્મેટ કર્ણાટકની ચૂંટણીમાં પણ અપનાવવામાં આવી રહ્યુ છે.
Published On - 11:17 am, Fri, 7 April 23