આજે રાજ્યમાં યોજાયેલી જુનિયર કલાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. રાજ્યમાં આજે કુલ 32 જિલ્લાના 3 હજાર કેન્દ્રો ખાતે જુનિયર ક્લાર્કની પરીક્ષા સંપન્ન થઈ હતી. આજે 9 લાખ વિદ્યાર્થીઓ સાથે તંત્રની પણ કસોટી હતી કે આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય. હસમુખ પટેલ જુનિયર ક્લાર્કની પરીક્ષા સંબંધિત માહિતી અને બંદોબસ્તનું નિરીક્ષણ કરતા નજરે પડ્યા હતા.
રાજ્યના 32 જિલ્લાના 3 હજાર કેન્દ્રો ખાતે જુનિયર ક્લાર્કની પરીક્ષા સંપન્ન થઈ હતી. જુનિયર કલાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે જોકે પરીક્ષાર્થીઓને આ પેપર લાંબુ અને વધારે વિધાનવાક્યો વાલું લાગ્યું હતું. જોકે પરીક્ષામાં પેપર થોડુંક અઘરું અને સમય ઓછો પડ્યા હોવાનું પરીક્ષાર્થીઓએ નિવેદન આપ્યું હતું.
જોકે પરીક્ષા પૂર્ણ થતા પરીક્ષાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો. પરીક્ષાર્થીઓએ હસમુખ પટેલની કામગીરીને વખાણી હતી તતેમજ સરકારની વ્યવસ્થાના વખાણ પણ કર્યાં હતા. હસમુખ પટેલે જણાવ્યું હતું કે તલાટીની પરીક્ષા આવવાની હોવાથી જૂન મહિનામાં જુનિયર ક્લાર્કનું પરિણામ જાહેર થશે.
અમદાવાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ કર્યુ ટ્વીટ જૂનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતા હસમુખ પટેલને સફળ આયોજન અંગે શુભેચ્છા પાઠવી
Published On - 1:37 pm, Sun, 9 April 23