Breaking News: Junior clerk exam: ભાવનગરમાં 5 લોકોની અટકાયત, સાવચેતીના ભાગ રૂપે કરવામાં આવી અટકાયત

રાજ્યમાં આજે જુનિયર કલાર્કની પરીક્ષા લેવાઈ રહી છે ત્યારે ભાવનગરના તળાજામાં પોલીસે 5 લોકોની અટકાયત કરી છે. ભાવનગરમાં 183 જેટલા  કેન્દ્રો ઉપર પરીક્ષા લેવામાં આવી હતી.

Breaking News: Junior clerk exam: ભાવનગરમાં 5 લોકોની અટકાયત, સાવચેતીના ભાગ રૂપે કરવામાં આવી અટકાયત
| Edited By: | Updated on: Apr 10, 2023 | 6:10 AM

રાજ્યમાં આજે જુનિયર કલાર્કની પરીક્ષા લેવાઈ રહી છે ત્યારે ભાવનગરના તળાજામાં પોલીસે 5 લોકોની અટકાયત કરી છે.  સમગ્ર ગુજરાતમાં જ્યારે જુનિયર ક્લાર્ક ની પરીક્ષા લેવાય છે ત્યારે હજુ સુધી કોઈ પણ પ્રકારનું પેપર લીક થવું કે કે પેપરને લઈને કોઈ ગેરરીતિ સામે આવેલ નથી. ત્યારે રાજ્ય સરકાર ના સમગ્ર આયોજન નીચે જુનિયર ક્લાર્ક ની પરીક્ષા શરૂ છે. ત્યારે રાજ્ય સરકાર અને હસમુખભાઈ પટેલ દ્વારા એક પણ ક્ષતિ આ પરીક્ષામાં ન રહે તેના માટે અનેક પ્રકારના પગલા ભરાયા છે.

ત્યારે ભાવનગરમાં પણ હાલમાં પરીક્ષા લેવાય છે 55,390 ઉમેદવારો પરીક્ષા દઈ રહ્યા છે. ત્યારે સાવચેતીના ભાગરૂપે ભાવનગર પોલીસ દ્વારા તળાજા તાલુકાના આજુબાજુના ગામોમાંથી પાંચ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે.

 

ભાવનગરમાં 183 જેટલા  કેન્દ્રો ઉપર પરીક્ષા લેવામાં આવી હતી.

પરીક્ષામાં   કોઈપણ પ્રકારની ગેરરીતિ આ પેપરમાં  ન થાય તે માટે  સાવચેતી રાખતા ભાવનગર પોલીસ દ્વારા  તળાજા તાલુકાના અમુક ગામોમાંથી એવા પાંચ વ્યક્તિઓને અટકાયત કરવામાં આવી હતી કે જેઓ અગાઉ કોઈપણ પ્રકારની પરીક્ષાને લઈને ગેરરીતિમાં સંડોવાયેલા હોય.  એમના ઉપર વોચ રાખે તેવા પાંચ વ્યક્તિઓની પોલીસે સાવચેતીના ભાગ સ્વરૂપે અટકાયત કરી હતી.

 

Published On - 12:37 pm, Sun, 9 April 23