Breaking News: પહેલા દારૂ અને નોનવેજ પાર્ટી, હવે મંદિરમાંથી પૂજારીએ કરી ચોરી ! જૂનાગઢ અંબાજી મંદિરનો વધુ એક વીડિયો વાયરલ

એક વીડિયો સામે આવતા ચકચારી મચી ગઈ છે. મંદિરના CCTV ફૂટેજમાં પૂજારી દાનપેટીમાંથી રૂપિયાની ચોરી કરતા નજરે પડે છે. આ CCTVમાં 2 પૂજારી કુંદનગીરી અને દુષ્યંત ગીરી નામના હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ બન્ને મંદિરની દાન પેટીમાંથી પૈસાની ચોરી કરતા જોવા મળે છે.

Breaking News: પહેલા દારૂ અને નોનવેજ પાર્ટી, હવે મંદિરમાંથી પૂજારીએ કરી ચોરી ! જૂનાગઢ અંબાજી મંદિરનો વધુ એક વીડિયો વાયરલ
junagadh ambaji temple video
| Updated on: Mar 13, 2026 | 12:36 PM

જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરમાં કથિત દારૂ અને નોનવેજ પાર્ટીનો વીડિયો વાયરલ થતા ચકચાર મચ્યો હતો, જે બાદ મંદિરના પૂજારી સહિત 11 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જોકે આ બાદ બીજો એક વીડિયો સામે આવ્યો છે જેમાં મંદિરના પૂજારી મંદિરની દાન પેટી માંથી ચોરી કરતા CCTVમાં દેખાઈ રહ્યા છે.

અંબાજી મંદિરનો વધુ એક વીડિયો વાયરલ

ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે તેવો મંદિરમાં કથિત દારૂ, નોનવેજ પાર્ટીનો વીડિયો વાયરલ થતા વિશ્વહિંદુ પરિષદે આક્રોશ વ્યક્ત કર્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે કે, ધાર્મિક સ્થાનોની પવિત્રતા જોખમાય તેવા કૃત્યો કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવેની માગણી પર કરી હતી.

આ ઘટના બાદ વધુ એક વીડિયો સામે આવતા ચકચારી મચી ગઈ છે. મંદિરના CCTV ફૂટેજમાં પૂજારી દાનપેટીમાંથી રૂપિયાની ચોરી કરતા નજરે પડે છે. આ CCTVમાં 2 પૂજારી કુંદનગીરી અને દુષ્યંત ગીરી નામના હોવાનો ઉલ્લેખ કરાયો છે. આમાંથી એક પૂજારી મંદિરની દાન પેટીમાંથી પૈસા કાઢીને ચોરી કરતા જોવા મળે છે.

મંદિરમાં ચોરી કરતા ઝડપાયા પૂજારી

આ ઘટનાને પગલે લોકોમાં આક્રોશ ફેલાયો છે. પહેલા દારૂ અને નોનવેજ પાર્ટી અને હવે મંદિરના જ પૈસાની લૂંટની આ ઘટના મંદિરના પૂજારીઓ પર પણ ભરોસો ના કરવા અંગે લોકોને ચેતવી રહ્યા છે. ભગવાનના સેવક જ ભગવાનના નામનું દાન ચોરી કરતા જણાતા લોકોએ પૂજારી વિરુદ્ધ કડક કાર્યવાહીની માગણી કરી છે. આ બન્ને પૂજારીને અગાઉ દારૂ અને નોનવેજ પાર્ટીનો વીડિયો વાયરલ થતા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પણ વધુ એક ચોરીનો વીડિયો સામે આવતા ભક્તોમાં આક્રોશ વધ્યો છે.

પૂજારી વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ

અગાઉ પવિત્ર જગ્યા પર માંસાહાર અને નશાની મહેફિલ જામી હોવાની વિગતો સામે આવતા હિન્દુઓની લાગણી દુભાઈ હતા. પ્રશાસન પોતે જ ફરિયાદી બનીને અને કેસમાં પારદર્શી તપાસ કરવા VHPએ માગણી કરી છે. ત્યારે હવે વધુ એક વીડિયો સામે આવતા પ્રાંત અધિકારી અને વહીવટદારને પૂજારી સામે કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે.

Breaking News : હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર, સંગ્રહખોરી ડામવા કેન્દ્ર સરકારનું એક્શન, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published On - 12:34 pm, Fri, 13 March 26