Breaking News : જામનગરના મેયર અને ડેપ્યુટી મેયરના નામની જાહેરાત, વિનોદ ખીમસૂર્યા મેયર અને ક્રિષ્નાબેન સોંઢા ડેપ્યુટી મેયર જાહેર

|

Sep 12, 2023 | 12:37 PM

વિનોદ ખીમસૂર્યા મેયર અને ક્રિષ્નાબેન સોંઢા ડેપ્યુટી મેયર તરીકે નિમાયા છે. જામનગરના નવા મેયરનું પદ અનુસૂચિત જાતિ માટે અનામત હોવાથી ભાજપના મોવડી મંડળ માટે પસંદગી થોડી સરળ બની છે. ભાજપમાં અનામત બેઠક પરથી ચૂંટાયેલા ત્રણ કોર્પોરેટર પૈકી પક્ષના એક પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.

Breaking News : જામનગરના મેયર અને ડેપ્યુટી મેયરના નામની જાહેરાત, વિનોદ ખીમસૂર્યા મેયર અને ક્રિષ્નાબેન સોંઢા ડેપ્યુટી મેયર જાહેર

Follow us on

Jamnagar : જામનગર મહાનગરપાલિકાના (Jamnagar Municipality) હોદ્દેદારોના નામની જાહેરાત થઇ છે. વિનોદ ખીમસૂર્યા મેયર અને ક્રિષ્નાબેન સોંઢા ડેપ્યુટી મેયર તરીકે નિમાયા છે. સ્ટેન્ડિંગ કમીટિના ચેરમેન તરીકે નિલેશ કગથરાના નામની જાહેરાત કરવામાં આવી છે. જામનગરના દંડક તરીકે કેતન નાખવાની વરણી કરાઇ છે.તો  આશિષ જોષી બન્યા શાસક પક્ષના નેતા બન્યા છે.

આ પણ વાંચો-Breaking News : રાજકોટના નવા મેયર બન્યા નયના પેઢડિયા, ડેપ્યુટી મેયર પદે નરેન્દ્રસિંહ જાડેજાના નામની પસંદગી

2 સપ્ટેમ્બરે વર્તમાન મેયરની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઈ રહી છે. જામનગરના નવા મેયરનું પદ અનુસૂચિત જાતિ માટે અનામત હોવાથી ભાજપના મોવડી મંડળ માટે પસંદગી થોડી સરળ બની છે. ભાજપમાં અનામત બેઠક પરથી ચૂંટાયેલા ત્રણ કોર્પોરેટર પૈકી પક્ષના એક પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કોણ છે વિનોદ ખીમસૂર્યા ?

વિનોદ ખીમસૂર્યા જામનગર વોર્ડ નંબર 16ના કોર્પોરેટર છે. તેમને પહેલેથી જ મેયર પદના મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા હતા. હવે તેમના નામ પર મહોર લગાવી દેવામાં આવી છે.  વિનોદ ખીમસુરિયા સંગઠનમાં હોદ્દેદાર રહી ચુક્યા છે. વહીવટી કુશળતાની સાથે જ પક્ષમાં સૌને સાથે લઈ ચાલવાની આવડતના કારણે પક્ષ દ્વારા તેમના પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.

પેટા જ્ઞાતિનું સમીકરણ ધ્યાનમાં લેવામાં આવ્યુ

જામનગર મહાનગર પાલિકાની 64 પૈકી 50 બેઠક પર ભાજપના કોર્પોરેટર જીતેલા છે. મેયર પદ પર વરણી કરાયેલા વિનોદ ખીમસૂર્યા પ્રથમ વખત જ કોર્પોરેટર બન્યા છે.  ભાજપના મોવડીમંડળે અનૂસુચિ જાતિ અનામતમાં પણ આગામી ચૂંટણી અને સ્થાનિક રાજકારણને લઈ પેટા જ્ઞાતિનું સમીકરણ ધ્યાનમાં રાખ્યુ છે. મેયર પદની રેસમાં ચાલી રહેલા ભાજપના ત્રણેય ચહેરા વાલ્મિકી, ચમાર એમ જુદી-જુદી જ્ઞાતિમાંથી  હતા. અંતે તેમાં વિનોદ ખીમસૂર્યાના નામની જાહેરાત કરવામાં આવી છે.

જામનગર સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Published On - 12:02 pm, Tue, 12 September 23

Next Article