Amreli: જાફરાબાદનો દરિયો તોફાની બન્યો છે. લાઈટ હાઉસ વિસ્તારમાં દરિયામાં કરંટ સાથે 15 ફૂટ જેટલા ઊંચા મોજાની શરૂઆત થઈ છે. દરિયા કાંઠે પવનની ગતિમાં પણ વધારો થયો છે. સાંજ સુધીમાં સિગ્નલમાં ફેરફાર થાય તેવી શક્યતા છે. જાફરાબાદના દરિયામાં હાઇ ટાઈટનો માહોલ પણ સર્જાયો છે.
અમરેલી જિલ્લામાં પણ બિપોરજોય વાવાઝોડાને સંકટને પગલે ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ એક્શન મોડમાં આવી છે. પોરબંદરથી જાફરાબાદ દરિયાઇ સીમા પર કોસ્ટગાર્ડની ટીમે હવાઇ નિરીક્ષણ શરૂ કર્યું છે. દરિયામાં માછીમારો માછીમારી કરવા ન જાય તે માટે કોસ્ટગાર્ડની ટીમ ખાનગી રાહે પેટ્રોલિંગ કરી રહી છે. એટલું જ નહીં જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ બેલ્ટ પર પણ કોસ્ટગાર્ડની ટીમ હવાઇ નિરીક્ષણ કરી રહી છે. બિપોરજોય વાવાઝોડું હવે ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. જો આજ દિશામાં વાવાઝોડું આગળ વધતું રહે તો ગુજરાત તરફ આવી શકે.
આ પણ વાંચો : બિપોરજોયના સંકટને લઇ ઇન્ડિયન કોસ્ટગાર્ડ એક્શનમાં, પોરબંદરથી જાફરાબાદ દરિયામાં હવાઇ નિરીક્ષણ
સતત દિશા બદલી રહેલા બિપોરજોય વાવાઝોડાએ હવે ગુજરાતની ચિંતા વધારી દીધી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેની અસર વર્તાશે. આગામી 24 કલાકમાં વાવાઝોડું વધારે મજબૂત બનશે. ભાવનગરમાં વાવાઝોડાના ખતરાને લઇ ઘોઘા દરિયા કિનારાના આસપાસના વિસ્તારમાં એલર્ટ અપાયું છે.
નવસારીના દાંડી દરિયા કિનારે લાયઝનિંગ ઓફિસરો દરિયાની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. દ્વારકાના ઓખા બંદર પર 2 નંબરનું સિગ્નલ યથાવત. માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના અપાઇ છે.
વડોદરાના જરોદ NDRF હેડ ક્વાર્ટરથી બે ટીમો રવાના કરાઈ. અમરેલીના પીપાવાવ બંદર પર વહીવટી તંત્રના કાફલાએ જેટી વિસ્તારની મુલાકાત લીધી. પોરબંદરથી જાફરાબાદ દરિયાઇ સીમા પર કોસ્ટગાર્ડની ટીમે હવાઇ નિરીક્ષણ કર્યું. દરિયામાં માછીમારો માછીમારી કરવા ન જાય તે માટે કોસ્ટગાર્ડની ટીમ ખાનગી રાહે પેટ્રોલિંગ કરી રહી છે.
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 4:56 pm, Sat, 10 June 23