Breaking News : અમદાવાદમાં રથયાત્રાને લઇને સઘન સુરક્ષા બંદોબસ્ત, સમગ્ર રુટ પર ત્રીજી આંખથી રહેશે નજર

|

Jun 03, 2023 | 2:03 PM

પોલીસ દ્વારા સુરક્ષા તપાસમાં તડીપાર 204 ઈસમોની ચકાસણી કરાઈ છે અને 117 લોકો સામે ગુનો નોંધી ફરીવાર તડીપાર કરાયા છે. જ્યારે હથિયાર લઇ ફરતા 734 લોકોને પકડવામાં આવ્યા છે. આર્મ્સ એક્ટ હેઠળ 16 કેસ દાખલ કરવામાં આવ્યા છે. 90 વોન્ટેડ આરોપીઓને પકડવામાં આવ્યા છે. બુટલગરો સામે 300 થી વધુ કેસો કરવામાં આવ્યા છે. 9 પાસા અને 14 તડીપારના કેસો કરવામાં આવ્યા છે.

Breaking News : અમદાવાદમાં રથયાત્રાને લઇને સઘન સુરક્ષા બંદોબસ્ત, સમગ્ર રુટ પર ત્રીજી આંખથી રહેશે નજર
Ahmedabad Rathyatra Security

Follow us on

Ahmedabad : અમદાવાદમાં(Ahmedabad)  રથયાત્રાને(Rathyatra)  લઇને સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જેમાં સમગ્ર રુટ પર ડ્રોન અને સીસીટીવીથી સતત નજર રાખવામાં આવશે.અમદાવાદમાં નીકળનાર રથયાત્રા ગુજરાત પોલીસનો સૌથી મોટો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ રથયાત્રા અંગે સેક્ટર -01ના પોલીસ કમિશ્નર નીરજ બડગુજરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે સુરક્ષાને લઇ અત્યારથી જ તૈયારીઓ ચાલી રહી છે. જેમાં કોમ્યુનિટી પોલીસિંગ, અસામાજિક તત્વો અંગે કામગીરી કરાઈ છે.

શહેરમાં નવા રહેવા આવતા 11 હજાર ઘરોની તપાસ કરાઈ છે.

આ અંગે પોલીસે હાથ ધરેલી કામગીરી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે 1 મેથી અત્યાર સુઘી પેરોલ ફર્લો ના 2392 આરોપીઓને તપાસવામાં આવ્યા છે. તેમજ વાહન ચેકિંગમાં 9078 વાહનો ચેકીંગ કરાયા છે. જ્યારે નાકાબંધીમાં 3 હજારથી વધુ વાહનો ચેક કરાયા છે. તેમજ શહેરમાં નવા રહેવા આવતા 11 હજાર ઘરોની તપાસ કરાઈ છે.

બુટલગરો સામે 300 થી વધુ કેસો કરવામાં આવ્યા છે

પોલીસ દ્વારા સુરક્ષા તપાસમાં તડીપાર 204 ઈસમોની ચકાસણી કરાઈ છે અને 117 લોકો સામે ગુનો નોંધી ફરીવાર તડીપાર કરાયા છે. જ્યારે હથિયાર લઇ ફરતા 734 લોકોને પકડવામાં આવ્યા છે. આર્મ્સ એક્ટ હેઠળ 16 કેસ દાખલ કરવામાં આવ્યા છે. 90 વોન્ટેડ આરોપીઓને પકડવામાં આવ્યા છે. બુટલગરો સામે 300 થી વધુ કેસો કરવામાં આવ્યા છે. 9 પાસા અને 14 તડીપારના કેસો કરવામાં આવ્યા છે.

સાચી પડી આ ભવિષ્યવાણી, તો સ્મોલકેપ ફંડના રોકાણકારો બનશે કરોડપતિ
લગ્ન પહેલા યુઝવેન્દ્ર ચહલે ધનશ્રી પાસેથી શું માંગ્યું હતું?
આ 5 આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોનું ભારતીય મહિલાઓ પર આવ્યું દિલ પછી કર્યા લગ્ન, જુઓ Photos
અમદાવાદના 5 સૌથી અમીર વ્યક્તિઓનું લિસ્ટ, અહીં જાણો નામ
ભારતનું અનોખુ રેલવે, 28 અક્ષરનું છે નામ, જાણો વિશેષતા
Astrology : શનિનું નક્ષત્ર પરિવર્તન થયું, હવે આ રાશિના જાતકો 1 વર્ષ ધ્યાન રાખજો

હોટેલ અને ધર્મશાળા મળી રહેવા લાયક 1927 જગ્યાઓ તપાસવામાં આવી

જ્યારે સુરક્ષા બંદોબસ્તના ભાગરૂપે એક મહિનામાં 343 મિટિંગો પોલીસ, મંડળીઓ અને મંદિર પ્રસાશન સાથે કરવામાં આવી છે. તેમજ સઘન સુરક્ષા માટે 1523 સીસીટીવી રથયાત્રા રૂટ પર લગાવવામાં આવ્યા છે. જ્યારે 471 સીમકાર્ડ સેલરની તપાસ કરવામાં આવી અને 3 સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. હોટેલ અને ધર્મશાળા મળી રહેવા લાયક 1927 જગ્યાઓ તપાસવામાં આવી છે.

સીસીટીવી લાઈવ જોઈ શકાય એવી વ્યવસ્થા

જ્યારે રથયાત્રા પૂર્વે જ 629 રૂટ પર પોલીસનું ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. 111 શાંતિ સમિતિની બેઠકો, 190 મહોલ્લા બેઠકો અને 18 લોક દરબાર કરાયા છે. કમ્યુનિટી પોલીસિંગ હેઠળ લોકો અફવાઓ પર ધ્યાન ના આપે એ ધ્યાન અપાઈ રહ્યું છે. જ્યારે આ વખતે સમગ્ર રથયાત્રા પર ડ્રોનથી સતત નજર રહેશે. તેમજ રૂટ પરના તમામ સીસીટીવી લાઈવ જોઈ શકાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:10 pm, Sat, 3 June 23

Next Article