
મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં લગ્નના વરઘોડાને અકસ્માત નડ્યો હતો. મોડી રાત્રે વરઘોડાને નડેલા અકસ્માતમાં 1 મહિલાનું મોત થયું હતું અને 20થી વધુ લોકો ઇજાગ્ર્સ્ત થયા હતા. જે હાલ સારવાર હેઠળ છે. આ અકસ્માત અંગે પોલીસે ઇજાગ્રસ્તો પાસેથી વધારે માહિતી મેળવી હતી અને સમગ્ર ઘટના કેવી રીતે બની તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો.
સમગ્ર ઘટના એવી હતી કે જાનૈયાઓ જઈ રહ્યા હતા ત્યારે એક કાર ત્યાં ધસી આવી હતી અને વરઘોડામાં 25થી 28 લોકોને અડફેટે લીધા હતા. હાલમાં અલગ અલગ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તો સારવાર લઈ રહ્યા છે. મહિસાગરના એસ.પી. રાકેશ બારોટે ઇજાગ્રસ્તોની મુલાકાત લઇને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવી ગુનેગારને છોડવામાં આવશે નહીં તેમ જણાવ્યું હતું.
આ અકસ્માત તેમજ એક મોતના પગલે લગ્નના માહોલમાં શોક વ્યાપી ગયો હતો.
Published On - 10:41 am, Thu, 16 February 23