Breaking News: અંકલેશ્વર સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો, ATSએ ઝડપેલા બે આતંકીને આજીવન કેદની સજા

|

Aug 05, 2023 | 5:43 PM

અંકલેશ્વર સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ATSએ ઝડપેલા બે આતંકીને આજીવન કેદની સજા ફ્ત્કરવામાં આવી છે. દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં આતંકી જોડાયેલ હતા. સરદાર પટેલ હોસ્પિટલમાં તબીબ તરીકે આરોપી નોકરી કરતો હતો. બન્ને આરોપીઓનું ISIS સાથે કનેક્શન પણ હતું. વર્ષ 2014માં અમદાવાદમાં આતંકી પ્રવૃત્તિને અંજામ આપવા અને આતંકી નેટવર્ક મજબૂત બનાવાની ગતિવિધિમાં સક્રિય આતંકીઓને સજા આપવામાં આવી છે.

Breaking News: અંકલેશ્વર સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો, ATSએ ઝડપેલા બે આતંકીને આજીવન કેદની સજા

Follow us on

અંકલેશ્વર સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ATSએ ઝડપેલા બે આતંકીને આજીવન કેદની સજા ફ્ત્કરવામાં આવી છે. દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં આતંકી જોડાયેલ હતા.

સરદાર પટેલ હોસ્પિટલમાં તબીબ તરીકે આરોપી નોકરી કરતો હતો. બન્ને આરોપીઓનું ISIS સાથે કનેક્શન પણ હતું. વર્ષ 2014માં અમદાવાદમાં આતંકી પ્રવૃત્તિને અંજામ આપવા અને આતંકી નેટવર્ક મજબૂત બનાવાની ગતિવિધિમાં સક્રિય આતંકીઓને સજા આપવામાં આવી છે.

 મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યાના જણાવ્યા અનુસાર, મોહમદ કાસીમ અને ઉબેડ મિરઝામ આંતકવાદી પ્રવુતિઓ સાથે જોડાઈ સોશિયલ મીડિયા મારફતે અને અન્ય રીતે લોકોને આંતકવાદી પ્રવુતિઓમા જોડતા હોવાની માહિતી મળી હતી જેને લઈ તે બંનેના નંબરો સર્વેલન્સમાં મૂકવામાં આવ્યા હતા જે બાદ સમગ્ર ઘટના સામે આવી હતી. માહિતી સાચી હોવાને લઈ તે અંગે કેટલાક પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા. જે બાદ 2017માં આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જે દરમ્યાન આરોપીઓ પાસેથી પેનડ્રાઈવ, મોબાઈલ ડેટા, સહિત બહાર ના દેશોની પ્રવુતિઓ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યુ હતું. 

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

આ બંને આરોપીઓ અન્ય લોકોને આતંકવાદી પ્રવુતિઓમાં જોડતા હતા. મહત્વનુ છે કે આ આરોપીઓએ અન્ય 4 લોકોને [અન આવી ગેરકાયદે પ્રવુતિઓમાં જોડવા માટે તાલીમ આપી હતી. જે બાદ આરોપીઓ દ્વારા અમદાવાદના ધાર્મિક સ્થળોએ રેકી કરીને યુવાનોને ફ્સાવવાનું કાવતરું રચ્યું હતું.

જે આરોપીઓને લઈ અંકલેશ્વર સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. બે આતંકીને આજીવન કેદની સજા ફ્ત્કરવામાં આવી છે. કારણ કે બંને આરોપીઓ દેશ વિરોધી પ્રવૃત્તિ કરતાં હતા અને અન્ય લોકોને પણ આ પવુતિઓમાં ધકેલતા હતા.

 

Published On - 5:01 pm, Sat, 5 August 23

Next Article