Breaking News : ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, ગેરકાયદેસર કતલખાનાઓ અને દુકાનદારોને હાઇકોર્ટથી રાહત નહીં

|

Apr 11, 2023 | 7:00 PM

ગુજરાત હાઇકોર્ટે આજે મહત્વનો ચુકાદો આપતા જણાવ્યું કે તમામ લોકોને ખાદ્ય સુરક્ષાનો અધિકાર છે પરંતુ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરીને ખાદ્ય સુરક્ષાના અધિકારની માંગ ક્યારે પણ યોગ્ય ગણી શકાય નહીં. જે કોઈપણ દુકાનદાર અથવા કતલખાના સંચાલકોએ નિયમિત વેચાણ કરવું હોય તો યોગ્ય નીતિ નિયમો મુજબ મંજૂરી લેવી જરૂરી છે

Breaking News : ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, ગેરકાયદેસર કતલખાનાઓ અને દુકાનદારોને હાઇકોર્ટથી રાહત નહીં
Gujarat Highcourt Verdict

Follow us on

ગુજરાતમાં ગેરકાયદે કતલખાના અને મીટ શોપ મામલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી અરજી કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં ગેરકાયદે કતલખાના અને દુકાનદારોને હાઇકોર્ટ તરફથી કોઇ રાહત આપવામાં આવી નથી. જેમાં કતલખાના અને દુકાનદારોને જરૂરી કાયદાઓ અને ખાદ્ય સુરક્ષા ધોરણનું પાલન કરવા આદેશ આપવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્યમાં ચાલતા કતલખાનાઓમાં ગેરકાયદેસર રીતે પશુઓની કતલ થતી હોવાની રજૂઆત સાથે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેમાં પશુઓના કતલ વખતે યોગ્ય નિયમો ન પાડતા હોવાની રજૂઆત સાથે અરજી કરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટની ફટકારબાદ રાજ્ય સરકારે રાજ્યભરમાં કાર્યવાહી કરી હતી જેમાં ગેરકાયદેસર રીતે ચાલતા તમામ કતલખાનાઓ અને દુકાનો કાર્યવાહીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યા હતા.

સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ

સતત ચાલતી કાર્યવાહી દરમિયાન મુસ્લિમ ધર્મનો પવિત્ર રમજાન માસ આવતા મીટ શોપ સંચાલકો દ્વારા રાહત આપવાની માંગ સાથે વધુ એક અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી હતી જેમાં અરજદારોની રજૂઆત હતી કે પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે ત્યારે વચગાળાની રાહત તેમને આપવામાં આવે. જે મામલે બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ ગુજરાત હાઇકોર્ટ ચુકાદો અનામત રાખ્યો હતો.

ગુજરાત હાઇકોર્ટે આજે મહત્વનો ચુકાદો આપતા જણાવ્યું કે તમામ લોકોને ખાદ્ય સુરક્ષાનો અધિકાર છે પરંતુ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરીને ખાદ્ય સુરક્ષાના અધિકારની માંગ ક્યારે પણ યોગ્ય ગણી શકાય નહીં. જે કોઈપણ દુકાનદાર અથવા કતલખાના સંચાલકોએ નિયમિત વેચાણ કરવું હોય તો યોગ્ય નીતિ નિયમો મુજબ મંજૂરી લેવી જરૂરી છે અને આ મંજૂરી લીધા બાદ જ જે તે કતલખાના અથવા દુકાનો ખોલી શકાશે. ગુજરાત હાઇકોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું કે પશુ પર કૃરતા મામલે provision off prevention off cruelty to animals rule 2001. અને ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ નું સંપૂર્ણપણે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.

તમામ કતલખાનાઓ અને માસ વેચતી દુકાનોમાં સંપૂર્ણપણે હાઇજીન જળવાય તે પણ ખૂબ જરૂરી છે. અરજી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે સંબંધિત પક્ષકારોને યોગ્ય રિપોર્ટ આપવા માટે નિર્દેશ આપ્યા હતા ત્યારે આ સમગ્ર મામલે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વીસ ઓથોરિટી દ્વારા પણ જે રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યા છે તે તમામ બાબતોને ધ્યાનમાં લેવામાં આવી છે જેમાં રાજ્ય સરકાર દ્વારા પણ જિલ્લા વાર માસ વેચનાર વ્યક્તિ અથવા દુકાનો સામે જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી છે તે પણ નોંધ કરવામાં આવી છે. રાજ્ય સરકારે આ સમગ્ર મામલે એક્શન ટેકન રિપોર્ટ સબમિટ કર્યો હતો જેમાં વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કરેલી કામગીરીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં કરેલી કાર્યવાહી:

અમદાવાદમાં ચાલતી 312 દુકાનોની મુલાકાત લેવામાં આવી જેમાં 283 દુકાનો પાસે લાયસન્સ હતું જ્યારે 29 દુકાનો લાયસન્સ વિના ચાલતી હતી જે 15 દુકાનો તંત્ર દ્વારા સીલ કરવામાં આવી હતી. 233 જેટલી દુકાનોમાં હાઇઝીન ન જળવાતું હોવાનું તંત્રના ધ્યાને આવ્યું હતું.

 સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન માં કરેલી કાર્યવાહી

સુરત કોર્પોરેશન વિસ્તારમાં 769 જેટલી દુકાનોની મુલાકાત લેવામાં આવી હતી જે પૈકી 192 દુકાનો પાસે લાયસન્સ જ્યારે 297 દુકાનો લાયસન્સ વિના ચાલતી હતી જે તમામ દુકાનોને તંત્ર દ્વારા સીલ કરવામાં આવી હતી આ ઉપરાંત 15 જેટલી દુકાનોને તોડી પાડવાની કામગીરી પણ તંત્ર દ્વારા કરવામાં આવી.

 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન માં કરેલી કામગીરી

વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં 99 દુકાનોની મુલાકાત લેવામાં આવી જેમાં 64 દુકાનો લાયસન્સ સાથે જ્યારે 35 દુકાનો લાયસન્સ વિના ચાલતી હતી જે તમામ દુકાનો સીલ કરી દેવામાં આવી.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન માં કરેલી કાર્યવાહી

રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 61 દુકાનોની મુલાકાત લેવામાં આવી જેમાં એક દુકાન પાસે લાયસન્સ હતું ત્યારે 60 દુકાનો લાયસન્સ વિના ચાલતી હતી જેમાં ૧૫ દુકાનો તંત્ર દ્વારા સીલ કરવામાં આવી આ ઉપરાંત સ્વચ્છતા જળવાતી ન હોય તેવી 59 દુકાન હતી જેમાં 15 મી સીલ કરવામાં આવી જ્યારે એક દુકાન ને બંધ કરાવવામાં આવી હતી.

હાઇકોર્ટના ચુકાદાબાદ એ સ્પષ્ટ થાય છે કે ખાદ્ય સુરક્ષાનો અધિકાર તમામ પાસે છે પરંતુ ખાદ્ય ચીજ વસ્તુઓમાં સ્વચ્છતા જળવાય તે પણ ખૂબ જરૂરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 5:03 pm, Tue, 11 April 23

Next Article