
ગુજરાતમાં ભરઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં ઉનાળામાં જ ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે. આ દરમ્યાન અનેક જિલ્લાઓમાં પડી રહેલા વરસાદ વચ્ચે માઠા સમાચાર સામે આવ્યા છે. જેમાં ભાવનગર અને ભુજમાં બે સ્થળોએ વીજળી પડવાથી બે વ્યક્તિના મોત થયા છે. જેમાં પ્રથમ ઘટનામાં ભાવનગર શહેરમાં શહેરના બોરતળાવ વિસ્તારમાં વીજળી પડતા એક યુવાનનું મોત થયું છે. ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં રહેતા યુવાન આકાશ મકવાણાનું વીજળી પડતા મોત નિપજ્યું છે. આ ઉપરાંત બીજી ઘટનામાં ભુજ તાલુકાના લાખોંદ ગામે વીજળી પડવાથી એકનું મોત થયું છે. આ યુવક ઝાડ નીચે ઉભો હતો તે દરમ્યાન વીજળી પડી હતી.
ભરઉનાળે વરસાદી માહોલ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે.સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લા કમોસમી વરસાદની ચપેટમાં આવી ગયા છે.. જે દિવસોમાં સૂર્યનારાણ દેવ પોતાનો પ્રકોપ વરસાવતા હોય છે તે દિવસોમાં કાળા વાદળો આકાશ ખૂંદી રહ્યા છે..
જેમાં મળતી માહિતી પ્રમાણે ગુજરાતના 13 જિલ્લના 60થી વધુ તાલુકા માવઠાની ચપેટમાં આવી ગયાછે જેથી ખેડૂતોનો ઉભો પાક ધરાશાયી થઈ ગયો છે.. બીજી તરપ બાગાયતી ખેતીને પણ ભારે નુકસાન થયું છે. સર્વેની કામગીરીમાં 33 ટકાથી વધુ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે ત્યારે ખેડૂતોને સહાય મળવાની જાહેરાત રાજ્ય સરકાર થોડા જ દિવસોમાં કરી શકે છે.
સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં પડ્યો છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે. જામનગરના લાલપુરમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.ખેતરોમાં પાણી ભરાતા પશુના ઘાસચારા અને બાજરીને નુકસાન થયું.મોરબીમાં સતત બીજા દિવસે વીજળીના કડાકા ભડાકા સાથે શનાળા રોડ, રવાપર રોડ, સો-ઓરડી સહિતના વિસ્તારોમાં વરસાદ પડયો.
દેવભૂમિ દ્વારકાના ભાણવડના ગુંદા ગામમાં ધોધમાર વરસાદથી રોડ પર પાણી ભરાયા..રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં કમોસમી વરસાદે તારાજી સર્જી.ખુલ્લામાં પડેલા મરચા અને ડુંગળી પલળ્યા હતા.તો બોટાદના ગઢડા અને બરવાળામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે.
સૌરાષ્ટ્રના જ અન્ય જિલ્લાઓની વાત કરવામાં આવે તો.જૂનાગઢના કેશોદ, માળિયા મિયાણા, માંગરોળ અને મેંદરડામાં એક ઈંચ વરસાદ ખાબકયો હતો.તો રાજકોટના યાત્રાધામ વીરપુરમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસ્યો..અમરેલીના વડિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો..અનિડા, ખીજડિયા, દેવળકી, બરવાળા, બાવળ સહિતના ગામોમાં વરસાદથી વીજળી ગુલ થઈ ગઈ.રાજકોટના જસદણના આટકોટ, શિવરાજપુર, લીલાપુર, કોઠી સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે.તલ, મગ, અડદ સહિતના ઉનાળુ પાકમાં નુકસાન જોવા મળી રહ્યું છે.
તો બીજી તરફ સૌરાષ્ટ્ર સિવાયના જિલ્લાઓમાં પણ મેઘરાજાની કહેર જવા મળી ભરૂચની વાત કરીએ તો ભરૂચના ઝઘડીયા તાલુકામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.ભારે પવનની સાથે વરસાદ વરસતા અહીં ખેડૂતો ચિંતિત છે.કચ્છ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.ભુજ, માંડવી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.નાની ખાખર, ત્રગડી, ગુંદયાળી મસ્કા સહિતના ગામોમાં વરસાદ તારાજી સર્જી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 7:31 pm, Sat, 29 April 23