Breaking News : ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈ અર્જન્ટ સર્ક્યુલેશનની માગ ગુજરાત હાઇકોર્ટે ફગાવી

|

May 24, 2023 | 12:08 PM

ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈ અર્જન્ટ સર્ક્યુલેશનની માગ ગુજરાત હાઇકોર્ટે ફગાવી છે. જેમાં અરજદારે દરબાર પહેલા યોગ્ય સૂચનાઓ આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી . જેમાં હેટ સ્પીચ અને સામાજિક વૈમનસ્ય ન ફેલાય તે ધ્યાને રાખવા અરજીમાં માગ કરવામાં આવી હતી. અરજદારે વિવિધ વિભાગોને લેખિત રજૂઆત કર્યા બાદ પણ કોઈ જવાબ ન મળ્યો હોવાની પણ કોર્ટને માહિતી આપી હતી.

Breaking News : ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈ અર્જન્ટ સર્ક્યુલેશનની માગ ગુજરાત હાઇકોર્ટે ફગાવી
Gujarat Highcourt Dhirendra Shastri Darbar

Follow us on

ગુજરાતમાં(Gujarat)  ધીરેન્દ્ર શાસ્ત્રીના(Dhirendra shastri) દિવ્ય દરબારને લઈ અર્જન્ટ સર્ક્યુલેશનની માગ ગુજરાત હાઇકોર્ટે(Highcourt)  ફગાવી છે. જેમાં અરજદારે દરબાર પહેલા યોગ્ય સૂચનાઓ આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી . જેમાં હેટ સ્પીચ અને સામાજિક વૈમનસ્ય ન ફેલાય તે ધ્યાને રાખવા અરજીમાં માગ કરવામાં આવી હતી. અરજદારે વિવિધ વિભાગોને લેખિત રજૂઆત કર્યા બાદ પણ કોઈ જવાબ ન મળ્યો હોવાની પણ કોર્ટને માહિતી આપી હતી.

જેમાં સંબધિત વિભાગો દ્વારા જરૂરી નોટીફિકેશન પણ કાઢ્યુ ન હોવાની અરજદારે રજૂઆત કરી હતી. જો કોઈ ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થાય તો સુઓમોટોનું વિકલ્પ ખુલ્લો હોવાની રાજ્ય સરકારે રજુઆત કરી હતી. તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા સરકારે કોર્ટમાં બાંહેધરી આપી હતી.

અમદાવાદમાં બાબા બાગેશ્વર ધામ સરકારના દરબારની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ચાણક્યપુરી વિસ્તારમાં 130 બાય 130નો વિશાળ મંડપ લગાવાઈ રહ્યો છે. આ જર્મન ટેકનોલોજીના મંડપમાં વીવીઆઈપી અને આમંત્રિતો બેસશે. તો અન્ય મંડપમાં 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા ગોઠવાશે.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

બાબા બાગેશ્વરનું ચાર ફૂટની ઊંચાઈ અને ત્રણ ફૂટની પહોળાઈ ધરાવતું ભવ્ય સિંહાસન તૈયાર કરવામાં આવી રહ્યું છે. બાબાના દિવ્ય દરબાર સમયે 2 હજારથી વધુ સ્વયંસેવક સેવા આપશે. આ ઉપરાંત શ્રદ્ધાળુઓની સુરક્ષા અને ટ્રાફિક નિયમનની પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં વ્યવસ્થાની વાત કરીએ તો ચાણક્યપુરીમાં સેક્ટર 6ના મેદાનમાં મંડપ સહિતની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખી કાર્યક્રમ સમયે જર્મન ટેકનોલોજીવાળો મંડપ ઊભો કરાશે. મોટી સંખ્યામાં જનમેદની ઉમટવાની શક્યતાને ધ્યાને રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે. પોલીસ બંદોબસ્ત સાથે 500 બાઉન્સર પણ ખડેપગે રહેશે. એટલું જ નહીં કાર્યક્રમ દરમિયાન કોઇ અવ્યવસ્થા ઉભી ન થાય તે માટે VIP મહેમાનોને અલગથી એન્ટ્રી અપાશે.

જે.જે. હોસ્પિટલ તરફથી VIP મહેમાનોને એન્ટ્રી મળશે. એટલું જ નહીં આસપાસના ચાર પ્લોટમાં પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરાશે. તો દર્શનાર્થી માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાપીઠમાં દર્શનાર્થીઓ રોકાઈ શકે તેવી સુવિધા ઉભી કરવામાં આવી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:36 am, Wed, 24 May 23

Next Article