Breaking News : ગુજરાત સરકારે પ્રજાના સહયોગથી સફળતાપૂર્વક Cyclone Biparjoy નો સામનો કર્યો, સરકાર નિયમ મુજબ સહાય પેકેજ જાહેર કરશે, જુઓ Video

|

Jun 17, 2023 | 9:28 PM

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતમાં Cyclone Biparjoy બાદ કચ્છ જિલ્લાની મુલાકાત લઇને સ્થિતીની સમીક્ષા કરી હતી. તેમજ કહ્યું હતું કે ગુજરાત સરકારે પ્રજાના સહયોગથી સફળતાપૂર્વક Cyclone Biparjoyનો સામનો કર્યો છે. તેમજ આ ટીમ વર્કનું ઉત્તમ ઉદાહરણ છે.

Breaking News : ગુજરાત સરકારે પ્રજાના સહયોગથી સફળતાપૂર્વક Cyclone Biparjoy નો સામનો કર્યો, સરકાર નિયમ મુજબ સહાય પેકેજ જાહેર કરશે, જુઓ Video
Amit Shah Gujarat

Follow us on

Kutch : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતમાં Cyclone Biparjoy બાદ કચ્છ જિલ્લાની મુલાકાત લઇને સ્થિતીની સમીક્ષા કરી હતી. તેમજ કહ્યું હતું કે ગુજરાત સરકારે પ્રજાના સહયોગથી સફળતાપૂર્વક Cyclone Biparjoyનો સામનો કર્યો છે. તેમજ આ ટીમ વર્કનું ઉત્તમ ઉદાહરણ છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે કચ્છમાં અસરગ્રસ્ત વિસ્તારોના હવાઈ નિરીક્ષણ બાદ  સમીક્ષા બેઠક યોજી હતી. તેમજ અમિત શાહે રાજ્ય સરકારની કામગીરીને બિરદાવી હતી.

કચ્છમાં વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોના હવાઇ નિરીક્ષણ બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ યોજી ગુજરાત સરકારના વખાણ કર્યા સાથે જ તમામ રાહત અને બચાવ ટીમ તેમજ સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારની ટીમને અભિનંદન પાઠવ્યા. અમિત શાહે જણાવ્યું કે વાવાઝોડામાં એક પણ માનવ મૃત્યુ ન થયું એ તંત્રની સૌથી મોટી સફળતા છે.

વાવાઝોડામાં માત્ર 47 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ટીમ વર્કનું શ્રેષ્ઠ ઉદાહરણ ગુજરાત સરકારે પુરૂ પાડ્યું છે. અમિત શાહે જણાવ્યું કે સરકારે સતર્કતા દાખવી 1 લાખથી વધુ લોકોનું સ્થળાંતર કર્યું.તો માછીમારો તેમજ બોટને પણ સમયસર દરિયામાંથી પરત બોલાવી લીધી.NDRFની 19 તેમજ SDRFની 13 ટીમ સતત ખડેપગે રહી.

ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024

સરકાર નિયમ મુજબ સહાય પેકેજ જાહેર કરશે

ગૃહપ્રધાને જણાવ્યું કે ગુજરાત સરકાર નિયમ મુજબ સહાય પેકેજ જાહેર કરશે. પરંતુ હાલ સરકારની કામગીરી સ્થિતિને પૂર્વવત કરવાની છે. જે બાદ સરવે હાથ ધરી સહાય જાહેર કરાશે

 

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત પહોંચ્યા હતા જે દરમ્યાન વાવાઝોડાની અસરના પગલે પરિસ્થિતિનો તાત મેળવ્યો હતો. ખાસ કરીને ભારત સરકારના સંબંધિત અધિકારીઓ, ગુજરાત સરકારના અધિકારીઓ, જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ કરીને તમામ પ્રકારની મદદ આપવા માટે તાકીદ કરી હતી. શેલ્ટર હોમામાં ખસેડાયેલા લોકોની મુલાકાત લીધી હતી. જે બાદ અમિત શાહે હેલિકોપ્ટર મારફરતે હવાઈ નિરીક્ષણ કર્યું હતું. જે દરમ્યાન કેન્દ્ર સરકારે આ કુદરતી આફત માટે ગુજરાતને પોતાનો સંપૂર્ણ સહયોગ આપશે તેવી ખાતરી આપી હતી.

સૌથી પહેલા કચ્છમાં હવાઈ નિરીક્ષણ કરીને તેમણે પરિસ્થિતિનો તાગ મેળવ્યો.. હવાઈ નિરીક્ષણ બાદ અમિત શાહ જખૌ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ અસરગ્રસ્તો સાથે વાત કરી હતી. તેમની સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ સતત સાથે રહ્યા.. શાહે માંડવી સિવિલ હોસ્પીટલમાં એડમીટ થયેલા અસરગ્રસ્ત લોકોને મળીને તેમના ખબર અંતર પૂછ્યા હતા.

હોસ્પિટલમાં દાખલ ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોની મુલાકાત લીધી.. તો સાથે જ આફત વચ્ચે જન્મેલા બાળકોની માતાઓને પણ મળ્યા.. શાહે વાવાઝોડાથી ખેડૂતોને થયેલ નુકસાનની પણ સમીક્ષા કરી, અને ખેડૂતોનો હૈયાધારણા આપી.. આફતની સ્થિતિમાં સતત ખડેપગે રહેનારા NDRF જવાનોની કામગીરીને શાહે બિરદાવી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:13 pm, Sat, 17 June 23

Next Article