Breaking News : ગુજરાતમાં કોરોનાના નવા 301 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 2332એ પહોંચી

|

Apr 02, 2023 | 7:22 PM

ગુજરાતમાં કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે . જેમાં 02 એપ્રિલના રોજ કોરોનાના નવા 301 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાની એક્ટિવ કેસની સંખ્યા 2332એ પહોંચી છે.જ્યારે કોરોના રિકવરી રેટ 98.96 ટકા થયો છે. જેમાં આજે કોરોનાથી 263 દર્દી સાજા થયા છે.

Breaking News : ગુજરાતમાં કોરોનાના નવા 301 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 2332એ પહોંચી
Gujarat Corona Update

Follow us on

ગુજરાતમાં કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે . જેમાં 02 એપ્રિલના રોજ કોરોનાના નવા 301 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાની એક્ટિવ કેસની સંખ્યા 2332એ પહોંચી છે.અમદાવાદમાં 114, મહેસાણામાં 34, વડોદરામાં 24, રાજકોટમાં 20, સુરતમાં 20, વડોદરા જિલ્લામાં 12, રાજકોટમાં 11, વલસાડમાં 07, ગાંધીનગર જિલ્લામાં 06, સુરત જિલ્લામાં 06, આણંદમાં 05, ભરૂચમાં 05, પંચમહાલમાં 05, જામનગરમાં 04, મોરબીમાં 04, પાટણમાં 04, અમદાવાદ જિલ્લામાં 03, બનાસકાંઠામાં 03, ભાવનગર જિલ્લામાં 03, ખેડામાં 03, દ્વારકામાં 01, ગાંધીનગરમાં 01, કચ્છમાં 01, મહીસાગરમાં 01,  નવસારીમાં 01, પોરબંદરમાં 01, સાબરકાંઠામાં 01 અને સુરેન્દ્રનગરમાં 01 કેસ નોંધાયો છે.જ્યારે કોરોના રિકવરી રેટ 98.96 ટકા થયો છે. જેમાં આજે કોરોનાથી 263 દર્દી સાજા થયા છે.

આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર

ગુજરાતમાં વધતા કોરોના કેસને લઈ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ચીન, સિંગાપુર,  હોંગકોંગ, કોરીયા, થાઇલેન્ડ અને જાપાનથી આવનારા મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર કરાઇ છે. ઉપરોક્ત દેશોમાંથી આવનારા પ્રવાસીઓએ નેગેટિવ RTPCR રિપોર્ટ જરુરી છે. એર સુવિધા પોર્ટલ પર નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. ગુજરાત આરોગ્ય વિભાગનો અમદાવાદ અને સુરત એરપોર્ટ ડાયરેક્ટરને પત્ર લખ્યો છે.

બેઠકમાં થઇ વધતા કોરોના કેસ અંગે ચર્ચા

ગાંધીનગરમાં એક મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં કોરોનાના વધતા કેસના પગલે કેટલાક પગલા લેવાની વાત કરવામાં આવી હતી. તેની સાથે જ તમામ હોસ્પિટલમાં મોકડ્રીલ કરવાની સૂચના આપવામાં આવી હતી. આ બેઠક પછી ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મુસાફરો આવતા રહે છે. અહીં ચીન, સિંગાપુર, હોંગકોંગ, કોરીયા, થાઇલેન્ડ અને જાપાનથી મુસાફરો વધુ આવતા હોય છે. ત્યારે આ છ દેશના મુસાફરો માટે આ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. આ છ દેશોમાંથી આવનારા પ્રવાસીઓએ નેગેટિવ RTPCR રિપોર્ટ બતાવાના રહેશે. એર સુવિધા પોર્ટલ પર નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. જે પછી જ આ છ દેશના મુસાફરો ગુજરાતમાં પ્રવાસ કરી શકશે અને ગુજરાતમાં રોકાઇ શકશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 7:00 pm, Sun, 2 April 23

Next Article