ગુજરાતમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યા છે.જેમાં 01 મેના રોજ કોરોનાના નવા 70 કેસ નોંધાયા છે.જેમાં અમદાવાદમાં 14, વડોદરામાં 14, સુરતમાં 10, સાબરકાંઠામાં 06, સુરત ગ્રામ્યમાં 06, આણંદમાં 04, વલસાડમાં 03, કચ્છમાં 02, વડોદરા ગ્રામ્યમાં 02, અમરેલીમાં 01, ભરૂચમાં 01, બોટાદમાં 01, દ્વારકામાં 01, ગાંધીનગરમાં 01, જામનગરમાં 01, પંચમહાલમાં 01, પોરબંદરમાં 01 અને રાજકોટમાં 01 કેસ નોંધાયો છે. જયારે કોરોનાના એક્ટિવ કેસ 1093 થયા છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.06 ટકા થયો છે. તેમજ આજે કોરોનાથી 195 દર્દી સાજા થયા છે.
New 70 #Covid19 cases reported in #Gujarat ; Active cases tally reaches 1093#GujaratCoronaUpdate #CoronaUpdate #TV9News pic.twitter.com/qtHdbGGYhv
— Tv9 Gujarati (@tv9gujarati) May 1, 2023
પ્રોફેસરે કહ્યું કે ભારતમાં 90 ટકા લોકોમાં કુદરતી રોગપ્રતિકારક શક્તિ છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં વાયરસ સામે કુદરતી પ્રતિરક્ષા ધરાવતા લોકોની સંખ્યા 95 ટકા છે. પ્રોફેસર અગ્રવાલે કહ્યું કે આ મોડલના આધારે આવતા મહિનામાં પ્રતિદિન 50,000 સંક્રમણના કેસ હશે, જે ભારત જેવા મોટી વસ્તી ધરાવતા દેશો માટે આશ્ચર્યજનક નથી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 7:46 pm, Mon, 1 May 23