Breaking News : GPSCની 2, 9 અને 16 એપ્રિલના રોજ યોજાનારી પરીક્ષા મોકુફ રખાઇ, જાણો શું છે કારણ

|

Mar 07, 2023 | 2:58 PM

Gandhinagar News : જાહેર સેવા આયોગ દ્વારા 2 ,9 અને 16 રોજ યોજાનારી મુખ્ય પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લીવાયો છે. આગામી દિવસોમાં નવી તારીખો જાહેર કરવામાં આવશે.

Breaking News : GPSCની 2, 9 અને 16 એપ્રિલના રોજ યોજાનારી પરીક્ષા મોકુફ રખાઇ, જાણો શું છે કારણ

Follow us on

ઘણા સમયથી ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે માઠા સમાચાર છે.   GPSCની 2, 9 અને 16 એપ્રિલના રોજ યોજાનારી પરીક્ષા મોકુફ રખાઇ છે. જાહેર સેવા આયોગ દ્વારા 2,  9 અને 16  એપ્રિલના રોજ યોજાનારી મુખ્ય પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લેવાયો છે. 9 એપ્રિલના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની યોજનારી પરીક્ષાને કારણે ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લેવાયો હોય તેવી માહિતી મળી રહી છે.

નવી તારીખ વેબસાઇટ પર જાહેર કરાશે

ગુજરાત વહિવટી સેવા વર્ગ-1 અને ગુજરાત મુલ્કી સેવા માટે આ પરીક્ષા યોજાવાની હતી. વર્ગ-1 અને 2 અને નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા માટે પણ પરીક્ષા યોજાવાની હતી. પરીક્ષાની નવી તારીખ બાદમાં વેબસાઈટ પર જાહેર કરાશે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

અગાઉ જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકુફ રખાઇ હતી

ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા મોકૂફ કેમ રાખવામાં આવી છે તેના વિશે હજુ સુધી સત્તાવાર રીતે કોઇ જાહેરાત કરવામાં આવી નથી. જો કે હવે GPSCની મુખ્ય પરીક્ષા 2, 9 અને 16 એપ્રિલના રોજ નહીં યોજાય. અગાઉ પેપર લીકની ઘટના બનવાના કારણે જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકુફ રાખવામાં આવી હતી. જે પછી સરકાર દ્વારા પેપર લીકની ઘટના રોકવા માટે કડક કાયદો લાવવામાં આવ્યો છે.

વિધાનસભામાં આ અંગેનું બિલ પાસ થયા બાદ જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ 9 એપ્રિલ જાહેર કરવામાં આવી હતી. બજેટ સત્ર દરમિયાન પેપરલીક સામેનું વિધેયક વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતુ.  ત્યારે 9 એપ્રિલના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની યોજનારી પરીક્ષાના કારણે ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાની તારીખ બદલાશે.

વારંવાર ફૂટતા પેપરે ગુજરાતની પરીક્ષા પધ્ધતિ પર અનેક સવાલો અને વિવાદો ઊભા કર્યા, જોકે હવે સરકારે તેની ઉપરનો ટોલરન્સ નીતિ અપનાવી છે .ભરતી પરિક્ષામાં ગેરરીતિ અટકાવવા વિધાનસભામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રજૂ કરેલું વિધેયક પસાર થઈ ગયું છે. જેમાં પેપર ફોડનાર સામે કોઈ ચોક્કસ કાયદો ના હોવાના કારણે તેઓને છૂટવાનો અવસર મળતો હતો. જેના લીધે ભવિષ્યમાં કોઈ પેપર ફોડવાની હિંમત કરશે તો 10 વર્ષની સજા અને એક કરોડનો દંડ થશે.

ગુજરાતમાં અવારનવાર સરકારી ભરતીના પેપરલીક થતા સરકારની ટીકા થઈ રહી હતી અને તેમાં પણ છેલ્લે જૂનિયર ક્લાર્કની પરિક્ષાનું પેપર ફૂટતા સરકાર પર દબાણ વધ્યુ. જોકે આરોપીઓેને તાબડતોડ કાર્યવાહી કરતા ઝડપી લેવામાં આવ્યા. સરકાર પર વિપક્ષે દબાણ વધાર્યુ અને સાથે જ પરિક્ષાર્થીઓના રોષને સમજતા સરકારે વિધાનસભામાં વિધેયક રજૂ કર્યુ   હતું.

Published On - 2:29 pm, Tue, 7 March 23

Next Article