કચ્છના પૂર્વ કલેકટર પ્રદિપ શર્માની ફરી એકવાર ધરપકડ કરવામાં આવી છે. કલેક્ટર અને ના. કલેક્ટર પર ભુજની સરકારી ખરાબાની કરોડોની જમીન ગેરકાયદે ખાનગી પાર્ટીને વેચ્યાનો આરોપ છે. જમીન મુલ્યાકંન સમયે શરતભંગ છતા જમીન મંજુર કરી હોવાનો આરોપ લ્ગવવામાં આવ્યો છે. ધરપકડ બાદ આજે સાંજે રીમાન્ડની માંગ સાથે કોર્ટમા રજુ કરાશે.
આ અગાઉ પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માની મે માહિનામાં ધરપકડ કરવામાં આવી છે. ભૂજ CID ક્રાઇમે પ્રદીપ શર્મા સામે કાર્યવાહી કરી હતી. CID ક્રાઇમે જમીન કૌભાંડના કેસમાં અમદાવાદથી તેમની ધરપકડ કરી હતી. જમીન ફાળવણીના કેસમાં આર્થિક ગેરરીતી બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
પ્રાથમિક દ્રષ્ટિએ સરકારની તિજોરીને આર્થિક રીતે નુકશાન પહોંચાડવા અંગે વાત કરાઇ હતી. આ કામમાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓએ તથા તપાસમાં જે નવા આરોપીઓ સામે આવે તેની સામે પણ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે. જેમાં એકબીજાને મદદ કરનાર તમામ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં પૂર્વ કલેકટર પ્રદીપ શર્મા, નાયબ કલેકટર અને જમીનની લે-વેચ કરનારા સંજય શાહ સામે ફરિયાદ નોંધાઈ છે. જોકે આ બાદ પૂર્વ કરલેકટરની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો : કચ્છના અબડાસા વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે બારા ગામ સિઝનમાં ચોથી વાર સંપર્ક વિહોણું બન્યુ, જુઓ Video
મહત્વનુ છે કે પૂર્વ કલેકટર પ્રદીપ શર્મા સામે અગાઉ છ માસ પહેલા ગાંધીધામના ચુડવા ગામે રોડને અડીને આવેલી જમીન પરના કથિત દબાણને નિયમમાં ભંગ કરી નિયમિત કરી આપ્યા હોવાની CID ક્રાઇમમાં ફરિયાદ કરાઇ હતી. તો કચ્છમાં ફરજ દરમિયાન પ્રદીપ શર્માએ ભુજના ભુજીયા ડુંગરની તળેટીમાં બજારના નિર્માણ માટે ફાળવવામાં આવેલી આ જમીનમાં સરકારી નિયમોના ઉલ્લંઘનની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. આ થયેલી ફરિયાદ બાદ અંજાર નજીક વેલસ્પન કંપનીને બજાર મૂલ્ય કરતાં ઓછાં દરે જમીન બિન ખેતી કરી આપવાનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો.
Published On - 3:45 pm, Fri, 22 September 23