મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પેટેલને ક્રાઈમ બ્રાંચે કોર્ટ સમક્ષ રજૂ કરી હતી જેમાં ક્રાઈમ બ્રાંચે માલિની પટેલના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા.કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જેમાં 3 એપ્રિલ સુધી માલિની પટેલ ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં રહેશે. ક્રાઈમ બ્રાંચે કોર્ટમાં સમક્ષ બંગલો પચાવી પાડવા માટે માલિની પટેલ પણ સહભાગી બન્યા હોવાની રજૂઆત કરી હતી ક્રાઈમ બ્રાંચે કોર્ટમાં કહ્યું હતું કે, બંગલાને પચાવી પાડવા માલિની પટેલે કેટલાક લોકોને બોલાવી ઘરનું વાસ્તુ પણ કરાવ્યું હતું.
તો બીજી તરફ માલિની પટેલના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે, આ મામલો ખોટી રીતે ઉભો કરવામાં આવ્યો છે.. સાથે જ કેસ સિવિલ મેટરનો હોય તેમ છતા જાણી જોઈ કેસને ક્રાઈમ મેટર બનાવામાં આવી રહી છે.. સાથે જ વકીલે દાવો કર્યો હતો કે, પોલીસે કઈ સાંભળ્યા વગર જ ગુનો નોંધી લીધો છે. પોલીસે માલિની પટેલ મામલે કાયદાનો દુરુપયોગ કર્યો હોવાની દલીલ કરી હતી.
મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલે પતિના કારસ્તાન સાથે ઠગાઇમાં સાથ આપી અનેક ગુનાઓ આચર્યા છે. જેમાં ખાસ વાત કર્યે તો માલિની પટેલ જમ્મુમાં પતિ કિરણ પટેલના નકલી પીએમઓ અધિકારી અને ઝેડ પલ્સ સિક્યુરિટી વિવાદ વચ્ચે પત્ની માલિની પોતાનું ઘર બંધ કરી ગાયબ થઈ ગઈ હતી.આ દરમિયાન ક્રાઇમ બ્રાંચમાં જગદીશ ચાવડાએ કરોડો નો બંગલો પચાવવાના પ્રયાસમાં આ ઠગ દંપતી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં કિરણ પટેલ પીએમઓ તરીકેના અધિકારીની ઓળખ આપી હતી અને પોતાને મકાન રીનોવેશન કે બિલ્ડીંગ કન્સ્ટ્રકશન કામ કરતો હોવાનું કહીને 35 લાખ રૂપિયા મેળવ્યા હતા.
જોકે કામ પૂર્ણ કરી દીધું હતું અને પોતે બંગલા પૂજા હવન કરી બંગલાની બહાર ઠગ પોતાના નામનું બોર્ડ લગાવીને કોર્ટમાં ખોટો દાવો ઉભો કર્યો હતો.જે મામલે ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધી જમ્બુસરથી માલિની પટેલની ધરપકડ કરી છે.ઠગ દંપતીએ મળીને બંગલો પચાવવાનું કાવતરું રચ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 5:28 pm, Wed, 29 March 23