Ahmedabad : અમદાવાદમાં આવેલી ગુજરાત હાઇકોર્ટેના ડિસ્પેન્સરીમાં આગ (Fire) લાગી હોવાની ઘટના સામે આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ હાઇકોર્ટમાં એસીમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ હતુ. આગ લાગવાની ઘટનાને લઇને ફાયર ફાયટરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. હાલ આગના કારણે કોઇ જાનહાની ન થઇ હોવાનું સામે આવ્યુ છે. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.
ગુજરાત હાઇકોર્ટમાં આજે વહેલી સવારે 9:45 વાગ્યાની આસપાસ હાઇકોર્ટની ડિસ્પેન્સરીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. બનાવ બનતા જ આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. હાઇકોર્ટમાં આગ લાગી હોવાથી મહત્વના કેસોની ફાઇલો ડરી જવાનો ડર હતો. આગમાં ખૂબ જ મોટુ નુકસાન થવાનો ડર હતો. જો કે ગુજરાત હાઇકોર્ટ પરિસરમાં લાગેલી આગ મુદ્દે હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલે સત્તાવાર જાહેરાત કરી છે.
આગ લાગવાના આ બનાવમાં થોડુઘણું નુકસાન થયુ છે. જો કે જાનહાની થઇ નથી.આગના બનાવમાં ડિસ્પેન્સરીના ફર્નિચર, વાયરીંગ મેડિકલ સંસાધન અને મેડિકલ પેપર્સને નુકસાન થયું છે. જો કે હાઇકોર્ટમાં દાખલ થયેલા અને ચાલુ કેસોની તમામ ફાઈલો સુરક્ષિત છે. જ્યુડિશિયલ કામગીરી માટે ના તમામ કેસ પેપર્સને કોઈ નુકસાન નહીં પહોંચ્યા હોવાની માહિતી મળી છે.
Published On - 10:53 am, Wed, 13 September 23