પૂર્વ IAS લાંગા 5 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. કોર્ટે 17 જુલાઇ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડના ઓર્ડર પર સ્ટે માગતી અરજી કોર્ટે ફગાવી છે. કોર્ટે આપેલા રિમાન્ડ સામે આરોપીએ બંધ કવરમાં અરજી કરી હતી. પોલીસે 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. લાંગા સાથે અન્ય 2 લોકો વિરૂદ્ધ પણ ફરિયાદ દાખલ કરાઇ છે.
રૂપિયા 10 હજાર કરોડના જમીન કૌભાંડમાં પૂર્વ IAS લાંગાની ધરપકડ કરાઈ છે. આરોપી એસ.કે લાંગાને થોડીવારમાં ગાંધીનગર સેશન્સ કોર્ટમાં રજૂ કરાયો અને પોલીસ રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. પોલીસે 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જમીન કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે અંગે વધુ તપાસ માટે પોલીસે રિમાન્ડની માગ કાર હતી. મહત્વનું છે કે લાંગાએ તેના કાર્યકાળ દરમિયાન સરકારને કરોડોનું નુક્સાન પહોંચાડ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આ પણ વાંચો : ઝીરો ટોલરન્સ અગેઈન્સ્ટ કરપ્શનને ધ્યાનમાં રાખી લેવાયા મહત્વના નિર્ણય, CM એક્શન મોડમાં
અલગ-અલગ જમીનોમાં ગાંધીનગરના પૂર્વ કલેક્ટર લાંગાએ ભ્રષ્ટાચાર આચર્યો હોવાના પુરાવા પણ મળ્યા છે. લાંગા પાસે કુલ કેટલી અપ્રમાણસર મિલકતો છે તેની સંપૂર્ણ તપાસ કરાશે. આ ઉપરાંત તેના પરિવારના નામે રહેલી મિલકતોની પણ તપાસ કરાશે. ત્યારે ગાંધીનગર સેશન્સ કોર્ટમાં રજૂ કરાતા તેના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. કોર્ટે 17 જુલાઇ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડના ઓર્ડર પર સ્ટે માગતી અરજી કોર્ટે ફગાવી હતી. કોર્ટે આપેલા રિમાન્ડ સામે આરોપીએ બંધ કવરમાં અરજી કરી હતી. મહત્વનુ છે કે લાંગા સાથે અન્ય 2 લોકો વિરૂદ્ધ પણ ફરિયાદ દાખલ કરાઇ છે.
ગતરોજ આબુરોડથી ફરાર એસ.કે લાંગાની ધરપકડ કરાઈ હતી. જે બાદ પોલીસે લાંગાને કોર્ટમાં રજૂ કરાયો હતો. કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી અંગે તપાસ કરાશે. સરકાર દ્વારા જ ફરિયાદી બનીને આ કેસમાં ફરિયાદ કરવામાં આવી હતી.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:57 pm, Wed, 12 July 23