Breaking News: ગાંધીનગરના તત્કાલીન કલેક્ટર અને પૂર્વ IAS એસ કે લાંગાની પોલીસે કરી ધરપકડ, મોડી સાંજ સુધીમાં એસઆઈટી ઓફિસે લવાશે

|

Jul 11, 2023 | 6:16 PM

ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં પૂર્વ કલેક્ટર એસ કે લાંગા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે, તત્કાલીન કલેક્ટર એસ કે લાંગા પર સત્તાનો દુરપયોગ કરીને ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ફરિયાદ થઇ છે. આ ફરિયાદ સરકાર તરફથી જ કલેકટર કચેરીના અધિકારીએ નોંધાવી છે. જેને લઈ પૂર્વ IAS એસ કે લાંગાની ગાંધીનગર પોલિસે ધરપકડ કરી છે.

Breaking News: ગાંધીનગરના તત્કાલીન કલેક્ટર અને પૂર્વ IAS એસ કે લાંગાની પોલીસે કરી ધરપકડ, મોડી સાંજ સુધીમાં એસઆઈટી ઓફિસે લવાશે

Follow us on

ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં (Gandhinagar) પૂર્વ કલેક્ટર એસ કે લાંગા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે, તત્કાલીન કલેક્ટર એસ કે લાંગા પર સત્તાનો દુરપયોગ કરીને ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ફરિયાદ થઇ છે. આ ફરિયાદ સરકાર તરફથી જ કલેકટર કચેરીના અધિકારીએ નોંધાવી છે. જેને લઈ પૂર્વ IAS એસ કે લાંગાની ગાંધીનગર પોલિસે ધરપકડ કરી છે.

ગાંધીનગરના તત્કાલીન કલેક્ટર એસ કે લાંગા સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ગાંધીનગર કલેકટર કચેરીના ચીટનીશ અધિકારી ધ્રુવકુમારે એસ કે લાંગા વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને આરોપ લગાવ્યા છે. આ ફરિયાદમાં એસ કે લાંગા સામે ખોટા દસ્તાવેજ બનાવવા અને સત્તાનો દૂર ઉપયોગ કરવાં બાબતની ફરિયાદ નોંધાઇ છે. સરકારી ફરજ સમયે ભ્રષ્ટાચાર આચાર્યો હોવાની વાત પણ સામે આવી છે. એટલુ જ નહીં નિવૃત્તિ બાદ પણ સરકારી ફાઇલોમાં જૂની તારીખમાં સહી કર્યા હોવાની ફરિયાદ છે.

લાંબા સમયથી આ ગાંધીનગરનાં પૂર્વ કલેકટર એસ.કે. લાંગા સામે ફરિયાદનો કેસ ચાલી રહ્યો છે. ગાંધીનગર ડીવાયએસપી દ્વારા આ કેસને લઈ તપાસ શરૂ કરવામાં આવી હતી. અલગ અલગ 4 ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. મહત્વનુ છે કે આ કેસમાં હજારો પાનાનાં દસ્તાવેજો કબજે કરવાની પણ કાર્યવાહી હાથ ધરાઇ હતી. પોલીસ તપાસમાં રેવન્યુ જાણકારોની પણ મદદ લઈ લેવામાં અવિઓ હતી તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સરકારને આર્થિક નુકસાન પહોંચાડયાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ કેસમાં સરકાર પોતે ફરિયાદી બની છે. એટલું જ નહીં સરકાર તરફથી ખુદ સરકારના જ પૂર્વ કલેક્ટર સામે ફરિયાદ કરી ગૂનો દાખલ કરાવવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

હવે આ ફરિયાદને પગલે ગાંધીનગરના તત્કાલીન કલેક્ટર અને પૂર્વ IAS એસ કે લાંગાની પોલીસે ધરપકડ કરી છે. મહત્વનુ છે કે મોડી સાંજ સુધીમાં એસઆઈટી ઓફિસે લવાશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:54 pm, Tue, 11 July 23

Next Article