Breaking News: વેરાવળની આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાંથી ડમી પરીક્ષાર્થી ઝડપાયો, ડીપ્લોમા ઇન એલીમેન્ટરી એજ્યુકેશનની પરીક્ષા આપતો હતો ડમી

|

Apr 25, 2023 | 10:36 PM

પ્રાથમિક વિગતો અનુસાર વંથલીનો મોઝન અબ્બાસ ઇબ્રાહિમ માંગરોળના ગરીબા અમર મો.ફારૂકના બદલે પરિક્ષાર્થી તરીકે બેઠો હતો

Breaking News: વેરાવળની આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાંથી ડમી પરીક્ષાર્થી ઝડપાયો, ડીપ્લોમા ઇન એલીમેન્ટરી એજ્યુકેશનની પરીક્ષા આપતો હતો ડમી

Follow us on

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની આદિત્ય બિરલા પબ્લિક શાળામાંથી ડમી પરીક્ષાર્થી ઝડપાયો હતો. આ પરીક્ષાર્થી ગુજરાત બોર્ડની DELED(ડીપ્લોમા ઇન એલીમેન્ટરી એજ્યુકેશન)ની પરીક્ષા આપતા ઝડપાયો હતો. પ્રાથમિક વિગતો અનુસાર વંથલીનો મોઝન અબ્બાસ ઇબ્રાહિમ માંગરોળના ગરીબા અમર મો.ફારૂકના બદલે પરિક્ષાર્થી તરીકે બેઠો હતો.

ડમી  પરીક્ષાર્થી હોલ ટીકીટ સાથે ઝડપાયો હતો. આ ઘટનામાં પરીક્ષા કેન્દ્ર સંચાલક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.  પોલીસે ડમી પરિક્ષાર્થી વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: Breaking News: યુવરાજસિંહના સાળા શિવુભા પાસેથી પોલીસે વધુ 25.50 લાખ કર્યાં રિકવર, વધુ 4 આરોપીઓની થઈ ધરપકડ

ક્યા 5 મેડિકલ ટેસ્ટ છે જે વર્ષમાં એક વાર જરૂર કરાવવા જોઇએ ?
ડિલિવરી પછી પેટની ચરબી કેવી રીતે ઘટાડવી?
IPL 2025માં શ્રેયસ અય્યર એક કલાકમાં કેટલા પૈસા કમાઈ રહ્યો છે?
આ કોરિયોગ્રાફરની માસિક આવક 2 કરોડ રૂપિયાથી વધુ છે, જુઓ ફોટો
Waqf Meaning: વક્ફનો અર્થ શું છે, આ શબ્દ ક્યાંથી આવ્યો?
પિતૃદોષ હોય તો દેખાય છે આ સંકેત

નોંધનીય છેકે રાજ્યમાં  છેલ્લા કેટલાય સમયથી  ડમી કૌભાંડ અને તોડકાંડનો મુદ્દો ગાજી રહ્યો છે ત્યારે આ વિદ્યાર્થી બોર્ડની DELED(ડીપ્લોમા ઇન એલીમેન્ટરી એજ્યુકેશન)ની પરીક્ષા આપતો ઝડપાયો હતો.

વિથ ઇનપુટ: યોગેશ જોષી, ગીર સોમનાથ ટીવી9

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 10:15 pm, Tue, 25 April 23