Breaking News: સુરતમાં શ્વાનનો આતંક યથાવત, ભેસ્તાન વિસ્તારમાં શ્વાન કરડતા 6 વર્ષના બાળકનું મોત

|

Mar 22, 2023 | 7:52 PM

સુરતમાં શ્વાનનો આતંક યથાવત રહ્યો છે.  જેમાં ભેસ્તાન વિસ્તારમાં રખડતા શ્વાને 5 વર્ષના બાળકને બચકાં ભરી લેતા બાળકને ગંભીર ઈજાઓ થઇ હતી. તેને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાતા બાળકનું મોત થયું હતું. બાળકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. બાળકના માતા- પિતાના સિવિલ હોસ્પિટલમાં હૈયાફાટ રુદનથી સમગ્ર સિવિલમાં શોકની લાગણી પ્રસરી હતી.

Breaking News: સુરતમાં શ્વાનનો આતંક યથાવત, ભેસ્તાન વિસ્તારમાં શ્વાન કરડતા 6 વર્ષના બાળકનું મોત
Surat Dog Bite

Follow us on

સુરતમાં શ્વાનનો આતંક યથાવત રહ્યો છે.  જેમાં ભેસ્તાન વિસ્તારમાં રખડતા શ્વાને 5 વર્ષના બાળકને બચકાં ભરી લેતા બાળકને ગંભીર ઈજાઓ થઇ હતી. તેને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાતા બાળકનું મોત થયું હતું. બાળકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. બાળકના માતા- પિતાના સિવિલ હોસ્પિટલમાં હૈયાફાટ રુદનથી સમગ્ર સિવિલમાં શોકની લાગણી પ્રસરી હતી. સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક બંધ થવાનું નામ લેતું નથી. થોડા દિવસો અગાઉ ખજોદમાં બાળકીને શ્વાને બચકા ભરતા બાળકીનું મોત નીપજ્યું હતું. આ ઘટના હજુ શમી નથી ત્યાં ભેસ્તાન વિસ્તારમાં વધુ એક 5 વર્ષીય બાળકને શ્વાને બચકા ભરીને ફાડી ખાતા તેનું મોત નીપજ્યું છે. આ ઘટનાને લઈને સુરત શહેરમાં તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.

5 થી 6 જેટલા શ્વાનનું ઝુંડ બાળકને ઘેરી લઈને તેની પર તૂટી પડ્યું હતું.

જેમાં મળતી માહિતી મુજબ મુળ મધ્ય પ્રદેશના વતની પારગી રસુલભાઈ પોતાની પત્ની અને બે બાળકી તેમજ 5 વર્ષીય પુત્ર સાહિલ સાથે રોડ બનાવવાના કામમાં મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ પરિવાર આજે ભેસ્તાન ફાયર સ્ટેશન પાસે આવેલી સરકારી સ્કુલ પાસે કામ કરી રહ્યો હતો. આ દરમ્યાન તેઓનો 5 વર્ષીય પુત્ર સાહિલ નજીક રમી રહ્યો હતો. દરમ્યાન ત્યાં 5 થી 6 જેટલા શ્વાનનું ઝુંડ બાળકને ઘેરી લઈને તેની પર તૂટી પડ્યું હતું.

આ બાળક રમી રહ્યો હતો તે દરમ્યાન ત્યાં શ્વાનોનું ઝુંડ આવીને બાળક પર તૂટી પડ્યું હતું. બાળકને આખા શરીર પર બચકા ભરી લીધા હતા. શ્વાને બાળકના પેટ, ગાલ તેમજ શરીરના અન્ય ભાગે બચકા ભરી લીધા હતા.ત્યારે બાળકના બૂમાબૂમ કરવાથી અન્ય લોકો દોડી આવ્યા હતા અને શ્વાનના હુમલાથી છોડાવ્યો હતો. પરંતુ તે પહેલા બાળકને ખૂબ જ ગંભીર રીતે કુતરાઓએ બચકા ભરી લીધા હતા. જેને લઇ બાળક ગંભીર રીતે ઘવાયો હતો. જેને લઇ બાળકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો હતો ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ફરજ પરના બાળકને મૃત જાહેર કર્યો હતો.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

મરનાર બાળકના કાકા રાજુ ભાઇ ડામોરે જણાવ્યું હતું કે અમે અને બાળકના પિતા સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવતા આરસીસી રોડના સાઈટ ઉપર હતા જ્યારે બાળક અને માતા રેતી કપચી માટે સહિત રોડનો બનાવવા માટેનો જે પ્લાન્ટ રાખ્યો આવ્યો છે ત્યાં રહેતા હતા. માતા પ્લાન્ટ પર કામ કરી રહ્યા હતા દરમિયાન તેમનો પુત્ર સહીલ અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો. દરમિયાન અચાનક પાંચ થી સાત કરતા વધુ કુતરાઓનું ઝુંડ આવ્યું હતું અને બીજા બધા છોકરાઓને છોડી માત્ર સાહિલને જ ઘેરી લીધો હતો અને તેની પર હુમલો કર્યો હતો.

તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો.

બાળકના આખા શરીરે શ્વાનોએ બચકા ભર્યા હતા. બાળકે બુમાબુમ કરતા તેની માતા અને અન્ય લોકો દોડી આવ્યા હતા.એકના એક દીકરાને શ્વાનોએ બચકાં ભરી લેતા પરિવાર ચિંતામાં મુકાયો હતો. એક તરફ બાળક લોહી લુહાણ હોય બાળકને લઈને માતા પિતા હોસ્પિટલ દોડ્યા હતા.પરંતુ સિવિલ હોસ્પિટલ પહોચે અને સારવાર મળે તે પહેલા જ ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો. ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કરતા પરિવારનું હૈયાફાટ જોવા મળ્યું હતું.

આ પણ  વાંચો : Gujarati Video : શ્રીનગર પોલીસે કોર્ટ સમક્ષ ખોલી કિરણની કરમ કુંડળી , ટ્રાન્સફર વોરંટથી અમદાવાદ લવાઈ શકે છે

 

Published On - 5:11 pm, Wed, 22 March 23

Next Article