સુરતમાં રખડતા શ્વાનનો આતંક બંધ થવાનું નામ નથી લઇ રહ્યુ. રખડતા શ્વાને ફરી એક બાળક પર હુમલો કર્યો છે. અલથાણ ગામમાં બે શ્વાને પાંચ વર્ષની બાળકી પર હુમલો કર્યો છે. 40 દિવસમાં રખડતા શ્વાને ત્રણ બાળકો પર હુમલો કર્યો છે. જે પૈકી બેના મોત થયા છે. બીજી તરફ પુખ્તવયના નાગરિકોને શ્વાન કરડી જવાના કેસોમાં પણ વધારો થયો છે.
રાજ્યમાં ભાગ્યે જ કોઈ શહેર કે ગામ હશે જ્યાં શ્વાનનો આતંક ન હોય. બાળકોને પોતાના જ ઘરની બહાર રમવા મોકલતા પણ ડર લાગે છે. વડીલો પણ નિરાંતે હરીફરી શકતા નથી. ત્યારે સુરતમાં રખડતા શ્વાનના હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. અલથાણ ગામમાં રખડતાં બે કૂતરાંએ પાંચ વરસની બાળકી પર હુમલો કર્યો છે. કૂતરાંએ કરેલા જીવલેણ હુમલાથી બાળકીનો જીવ જોખમમાં આવી ગયો હતો. હદ તો ત્યાં છે કે આ ઘટના અંગે 28 તારીખના રોજ ઓનલાઈન ફરિયાદ થઈ હોવા છતાં મનપાનું તંત્ર અહીં ફરક્યું સુધ્ધાં નથી.
સુરત શહેરની અંદર છેલ્લા કેટલાક દિવસોની અંદર બે માસુમ બાળકોના સ્વાન કરડવાના કારણે જીવ ગુમાવ્યા છે અને એક 28 વર્ષે યુવકને પણ ફોન કાઢવાના કારણે તેનું શંકાસ્પદ મોત થયું છે છતાં પણ સુરત મહાનગરપાલિકા પોતાની નિંદ્રામાં પહોંચી રીતનું લાગી રહ્યું છે સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલીબેન ગોગા વાળા માત્ર મીડિયા સામે નર્વસથી વાત કરી અને જાણે મોટી કામગીરી કરી હોય તે રીતનો વર્તન કરી રહ્યા છે.
‘અમે સામાન્ય પરિવાર છીએ, કામ કરતાં હોવાથી ઘરે રહેવું શક્ય નથી ત્યારે ઘરમાં રહેતા એકલા બાળકોની હવે સતત ચિંતા સતાવે છે. શેરીમાં અને મહોલ્લામાં રખડતાં કૂતરાંઓ ક્યારે રમતાં બાળકો પર હુમલો કરે તે કહેવું મુશ્કેલ છે. અમે મહેંકને ખાનગી હોસ્પિટલમાં લઈ જઈને ઈંજેક્શન મુકાવ્યા છે પરંતુ મારી દીકરીનો થાપાનો ભાગ જ કરડી ખાધો હોવાથી બાળકી કણસી રહી છે. સુરત પાલિકાનું તંત્ર આ કૂતરાંઓને અહીંથી પકડી જાય તો સારું. આ ઘટનાથી મારી બાળકી એટલી ડરી ગઈ છે કે હવે બહાર નીકળતાં પણ ડરે છે.’
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 10:43 am, Fri, 31 March 23