Surat : બાગેશ્વર ધામ (Bageshwar Dham) સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri) ફરી એક વાર ગુજરાતમાં આવવાના છે. તેઓ 11 જુને સુરતની મુલાકાતે આવવાના છે. મળતી માહિતી પ્રમાણે તેઓ એક સુરતમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવવાના છે. બાબા બાગેશ્વરના ગુરૂ રામભદ્રાચાર્ય પણ સુરત આવશે. સુરત એરપોર્ટથી અનુવ્રતદ્વાર સુધી શોભાયાત્રા યોજાશે.
બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીને ગુજરાતની મુલાકાત લઇને ગયાને હજુ બે જ દિવસ થયા છે. ત્યાં ફરીથી તેઓ ગુજરાત પ્રવાસે આવવાના છે. તેવી માહિતી છે. ધીરેન્દ્ર શાસ્ત્રી 26 જૂનથી ગુજરાતના અલગ અલગ શહેરોમાં હતા. તેમણે સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગરમાં દિવ્ય દરબાર સહિતના કાર્યક્રમ યોજ્યા હતા. ત્યાં હવે ફરીથી તેઓ ગુજરાત પ્રવાસે આવવાના છે. 11 જૂને બાબા બાગેશ્વર સુરતમાં આવવાના છે.
ધીરેન્દ્ર શાસ્ત્રી 11 જૂને સુરતમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવવાના છે. તેમની સાથે બાબાના ગુરૂ રામભદ્રાચાર્ય પણ સુરત આવવાના છે. જો કે બાબા બાગેશ્વરના આ સાથે જ ગુજરાતમાંઅન્ય કાર્યક્રમો પણ છે. મળતી માહિતી પ્રમાણે સુરત એરપોર્ટથી અનુવ્રતદ્વાર સુધી તેમની શોભાયાત્રા યોજાવાની છે. સુરતના ઉધના વિસ્તારના તેરાપદ ભવનમાં તેમના સંવાદનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. રામભદ્રાચાર્ય શોભાયાત્રામાં હાજર રહેવાના છે.
આ પહેલા વડોદરામાં આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાયો હતો. દિવ્ય દરબારમાં બાબાએ ભક્તોના પ્રશ્નોનું સમાધાન અને તેનો ઉકેલ બતાવ્યો. દરેક દરબારની જેમ બાબાએ ભક્તોની અરજી સ્વીકારી અને તેમના દુઃખ દુર કરવાનો પ્રયાસ કર્યો હતો.
વડોદરામાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ એક એવા વ્યક્તિની પ્રશંસા કરી જેને લઇને હાજર સૌ કોઇ આશ્ચર્યમાં મુકાયા હતા. આ વ્યક્તિનું નામ હતું ઇકબાલ કડીવાલા. બાબાના દિવ્ય દરબારમાં જાહેર મંચ પરથી એક મુસ્લિમ અગ્રણીની ભૂમિકાની પ્રશંસા કરવામાં આવી અને આ પ્રશંસા કરી ખુદ બાબા બાગેશ્વર આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીએ. ધીરેન્દ્ર શાસ્ત્રીએ દિવ્ય દરબારના આયોજનમાં સહાયક ભૂમિકા ભજવવા બદલ ઇકબાલ કડીવાલાના વખાણ કર્યા અને ઇકબાલ કડીવાલાની વિરોધીનો મ્હો પર થપ્પડ સાથે સરખામણી કરી.
Published On - 9:47 am, Tue, 6 June 23