
અમદાવાદની બોડકદેવમાં આવેલી અમદાવાદની નિરમા સ્કૂલને FRCની મંજૂરી વગર વધુ ફી લેતા DEOએ ફી પરત કરવાનો આદેશ કર્યો છે. અગાઉ વાલીએ 40 ટકા ફી વધારે લીધી હોવાની ફરિયાદ કરી હતી. DEOની નોટિસ બાદ શાળાએ આપેલા જવાબ સંતોષ કારક ન જણાતા DEOએ આ આદેશ આપ્યો છે.
આ પણ વાંચો-Akshaya Tritiya 2023 : આજે ઉજવાશે અક્ષય તૃતીયા, જાણો પૂજાની રીત અને સોનું ખરીદવાનો શુભ સમય
વધુ લેવાયેલ ફી FRC ના નિયમ વિરુદ્ધ હોવાથી ફટકાર લગાવવામાં આવી છે. શાળાએ વાલીની મરજી મુજબ વધુ લીધેલ ફી પરત કે સરભર કરી આપવી પડશે.બીજીતરફ વાલીઓ દ્વારા એવી માગ કરવામાં આવી રહી છે કે, આ સ્કૂલ દ્વારા ફી નિર્ધારણ કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરવામં આવ્યું હોવાથી સ્કૂલ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે.
એક તરફ વાલીઓ મોંઘવારીમાં પણ પેટે પાટા બાંધીને પોતાના બાળકને ખાનગી શાળાઓમાં ભણાવી રહ્યા છે. પણ બીજી તરફ ખાનગી શાળા સંચાલકો બેફામ થઇને મનફાવે તેવી ફીની ઉઘરાણી કરી રહ્યા છે. ખાનગી શાળાઓને ફી વધારવા માટે FRCના નિયમનું પાલન કરવું પડે છે. પરંતુ બોડકદેવમાં આવેલી નિરમા સ્કૂલ FRCના નિયમોને પણ ઘોળીને પી ગઈ છે. નિરમા સ્કૂલે ગત વર્ષની 90 હજારની ફીમાં વધારો કરી 1.25 લાખ કરી નાખી હતી. ગત વર્ષે પહેલા ક્વાર્ટરની ફી 22 હજાર 181 લેવાઈ હતી. જ્યારે ચાલુ વર્ષે પહેલા ક્વાર્ટરની ફીમાં વધારો કરી 31 હજાર 54 કરાઈ છે. બેફામ ફી વધારાથી વાલીઓને ભારે આર્થિક બોજ પડી રહ્યો છે.
મહત્વનું છે કે FRCના નિયમ મુજબ 5 ટકા ફી વધારી શકાય. રંતુ નિરમા સ્કૂલે 38 ટકાનો ફી વધારો ઝીંકી દીધો છે. બેફામ ફી વધારો ઝીંકતા જાગૃત વાલીએ DEO કચેરીએ અરજી કરી હતી. સમગ્ર મામલે જાણ થતા DEOએ બોડકદેવની નિરમા સ્કૂલને નોટિસ ફટકારી 2 દિવસમાં DEO કચેરીમાં હાજર રહી ખુલાસો આપવા આદેશ કર્યો છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 9:18 am, Sat, 22 April 23