Breaking News : 15 જૂને કચ્છમાં ત્રાટકશે Cyclone Biparjoy, ગુજરાતભરમાં વરસાદની આગાહી, જુઓ Video

ગુજરાતમાં ત્રાટકનારા Cyclone Biparjoy ને લઈને, સરકારે અનેક આગોતરા પગલાં ભર્યા છે. દરિયાકાંઠાના જિલ્લાઓની પ્રધાનમંડળોના સભ્યોને જવાબદારી સોપવામાં આવી છે. આ પ્રધાનોને તાકીદે તેમના જિલ્લામાં પહોચી જવા સુચના આપવામાં આવી છે. તો બીજી બાજુ વાવાઝોડાની અસર પામનારા સંભવિત જિલ્લાઓમાં આવતીકાલથી યોજાનાર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ પણ મોકુફ રાખવાની જાહેરાત સરકારે કરી છે.

Breaking News : 15 જૂને કચ્છમાં ત્રાટકશે Cyclone Biparjoy, ગુજરાતભરમાં વરસાદની આગાહી, જુઓ Video
Cyclone Biparjoy
| Edited By: | Updated on: Jun 11, 2023 | 3:38 PM

છેલ્લા એક સપ્તાહથી અરબી સમુદ્રમાં રહીને વધુને વધુ મજબૂત અને વિનાશક બની રહેલ વાવાઝોડુ બિપોરજોય, આગામી 15 જૂનના રોજ કચ્છમાં ત્રાટકશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતમાં વાવાઝોડાને લઈને યોજાયેલ મહત્વની બેઠક બાદ, હવામાન વિભાગના ડાયરેકટરે કહ્યું કે, આગામી ગુજરાતમા 14 અને 15 ભારે વરસાદની સંભાવના છે. રાજકોટ, પોરબંદર અને મોરબીમાં વ્યપક વરસાદની સંભાવના છે. વાવાઝોડાને કારણે સૌથી વધુ વરસાદ પડવાની શક્યતા કચ્છ અને દ્વારકા અને જામનગરમાં છે. કચ્છમાં વાવાઝોડુ 150 કિમિ પ્રતિ ઝડપે જમીન ઉપર ત્રાટકે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે.

સંભવિત અસરગ્રસ્ત જિલ્લામાં પહોચવા મંત્રીઓને કરાઈ તાકીદ

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ વિસ્તારના જિલ્લાઓમાં સંભવિત Cyclone Biparjoy ની અસર સામે જિલ્લા તંત્ર એ કરેલા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન કામોમાં માર્ગદર્શન માટે રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓને વિવિધ જિલ્લાઓની જવાબદારી સોંપી છે.

કચ્છ જિલ્લામાં મંત્રી ઋષિકેશ પટેલ, મોરબીમાં કનુભાઈ દેસાઈ, રાજકોટ જિલ્લામાં રાઘવજી પટેલ, પોરબંદરમાં કુવરજી બાવળિયા તેમજ જામનગર જિલ્લામાં મુળુ ભાઇ બેરા અને દેવભૂમિ દ્વારકામાં હર્ષ સંઘવી, જૂનાગઢ જિલ્લા માટે જગદીશ વિશ્વકર્મા અને ગીર સોમનાથ માટે પરસોત્તમ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે. આ બધા જ પ્રધાનોને તેમને સોંપાયેલા જિલ્લાઓમાં પહોંચવાની સૂચનાઓ પણ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આપી છે.

બેઠકમાં કયા કયા અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

Cyclone Biparjoyને લઈને યોજાયેલ મહત્વપૂર્ણ બેઠકમાં મુખ્ય પ્રધાનના સચિવ અવંતિકા સિંઘ, રાહત કમિશનર આલોક પાંડે, મહેસુલ વિભાગ અધિક મુખ્ય સચિવ કમલ દયાણી, માર્ગ અને મકાન વિભાગના સચિવ સંદિપ વસાવા, પ્રાથમિક શિક્ષણ નિયામક એમ આઈ જોશી સહીતના અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

સાંભળો, Cyclone Biparjoyને લઈને હવામાન વિભાગના ડાયરેકટરે શુ કહ્યું ?

 

Published On - 2:26 pm, Sun, 11 June 23