ગાંધીનગરમાંથી LCB એ દુબઇથી ઓપરેટ થતા સટ્ટાકાંડનો પર્દાફાશ કર્યો હતો અને આ ઘટનામાં 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમજ 50 લેપટોપ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામં આવ્યો હતો.
Follow us on
ગાંધીનગરમાંથી LCB એ દુબઇથી ઓપરેટ થતા સટ્ટાકાંડનો પર્દાફાશ કર્યો હતો અને આ ઘટનામાં 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમજ 50 લેપટોપ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામં આવ્યો હતો. ગાંધીનગરના રાંદેસણના એક ફ્લેટમાંથી સટ્ટાકાંડ સામે આવ્યો છે.
IPL શરૂ થતા પહેલા પીસીબીની ટીમે ઇન્ટરનેશનલ રેકેટ ઝડપ્યું હતું
અમદાવાદમાં IPL શરૂ થાય તે પહેલા જ માર્ચ મહિનામાં માધવપુરા વિસ્તારમાં PCBની ટીમે ઇન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જેમાં સટ્ટાના વ્યવહારો 1800 કરોડથી વધીને 5 હજાર કરોડ સુધીના પહોંચ્યા હતો. તેમજ સમગ્ર કેસની તપાસ માટે SIT બનાવવામાં આવી. હતી અને SITમાં બે પીઆઇ, એક પીએસઆઇ, એક સીએ અને એક લીગલ ઓફિસરનો સમાવેશ પણ કરવામાં આવ્યો હતો. સમગ્ર કૌભાંડમાં પોલીસને મળેલા વ્યવહારો અને ડેટા પર એનાલિસીસ કરવામાં આવતા ક્રિકેટ સટ્ટાના તાર દુબઈ સુધી હોવાની વિગતો બહાર આવી હતી.