Gujarati NewsGujaratCorona virus 323 new cases reported in gujarat, more than 2000 active cases
Breaking News: રાજ્યમાં કોરોનાનો કહેર, આજે નોંધાયા નવા 323 કેસ, 2000થી વધુ એક્ટિવ કેસ
આજે 323 દર્દીઓ સાજા થયા છે. કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 2091 પર પહોંચ્યો છે. જેમાં 5 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 2086 દર્દીઓ સ્ટેબલ છે. કોરોના રિકવરી રેટ 98.98 થયો છે. ગઈકાલની જેમ આજે પણ કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નથી. જે એક મોટા રાહતના સમાચાર છે.
corona virus
Follow us on
આજે 19 એપ્રિલે રાજ્યમાં કોરોના વાઈરસના નવા 323 કેસ નોંધાયા છે અને 381 દર્દીઓ સાજા થયા છે. ત્યારે એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો 2091 કેસ હાલમાં રાજ્યમાં એક્ટિવ છે સાથે જ રિક્વરી રેટ 98.98 ટકા નોંધાયો છે. ગઈ કાલ કરતા આજે કોરોનાના નવા કેસમાં મોટો વધારો નોંધાયો છે.
આજે 323 દર્દીઓ સાજા થયા છે. કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 2091 પર પહોંચ્યો છે. જેમાં 5 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 2086 દર્દીઓ સ્ટેબલ છે. કોરોના રિકવરી રેટ 98.98 થયો છે. ગઈકાલની જેમ આજે પણ કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નથી. જે એક મોટા રાહતના સમાચાર છે.
આરોગ્ય મંત્રાલયે કોરોના વાયરસ અને ફ્લૂના ફેલાવાને નિયંત્રિત કરવા માટે એડવાઈઝરી જાહેર કરી છે, અહીં વાંચો…
એડવાઈઝરીમાં મંત્રાલયે લોકોને ભીડભાડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા કહ્યું છે. તેમજ ઓછા વેન્ટિલેટેડ સ્થળોએ જવાનું ટાળવા માટે કહેવામાં આવ્યું છે. ખાસ કરીને બીમાર વ્યક્તિઓ અને વૃદ્ધો માટે ખાસ કાળજી રાખવા માટે કહેવામાં આવ્યું છે.
તબીબો, દર્દીઓ અને ત્યાંના સ્ટાફે તમામ આરોગ્ય કેન્દ્રોમાં માસ્ક પહેરવા પડશે. તેનાથી વાયરસના ફેલાવાને નિયંત્રિત કરી શકાય છે.
મંત્રાલયે કહ્યું છે કે માસ્કનો ઉપયોગ બંધ સ્થળોએ અને જાહેર સ્થળોએ જરૂર કરો.
એડવાઈઝરીમાં મંત્રાલયે લોકોને ખાંસી અને છીંકતી વખતે વધુ સાવચેત રહેવાની સલાહ આપી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ તમને છીંક આવે કે ખાંસી આવે ત્યારે તમારા મોંને સ્વચ્છ રૂમાલ અથવા ટીશ્યુ પેપરથી ઢાંકી લો.
એડવાઈઝરીમાં હાથ સાફ રાખવાનું પણ કહેવામાં આવ્યું છે. એવી સલાહ આપવામાં આવી છે કે જો આ સુવિધા ઉપલબ્ધ ન હોય તો લોકોએ તેમના હાથ વારંવાર ધોવા જોઈએ અને સેનિટાઇઝ કરવાનું ચાલુ રાખવું જોઈએ.
એડવાઈઝરીમાં સાર્વજનિક સ્થળોએ થૂંકનારા લોકોને આવું ન કરવાની પણ સલાહ આપવામાં આવી છે.
એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જો તમને કોરોના વાયરસ અથવા ફ્લૂના પ્રારંભિક લક્ષણો દેખાઈ રહ્યા છે, તો તરત જ તમારી તપાસ કરાવો.
મંત્રાલયે કહ્યું છે કે જો તમે ફ્લૂ અથવા કોરોનાના કોઈપણ લક્ષણોથી પીડિત છો, તો અન્ય લોકોને મળશો નહીં.