Breaking News: ગુજરાતમાં વાવાઝોડાની પરિસ્થિતિને લઈને PMO દ્વારા સતત મોનિટરીંગ, મનસુખ માંડવીયા આવતીકાલે જશે ભુજ, જુઓ Video

|

Jun 11, 2023 | 11:56 PM

બિપરજોય વાવાઝોડાને લઈ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં તંત્ર સતર્ક છે. ત્યારે આ તમામ બાબતો તેમજ પરિસ્થિતિને લઈ PMO દ્વારા સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. મહત્વનુ છે કે કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ મંડવીયા આવતી કાલે જશે ભુજ

Breaking News: ગુજરાતમાં વાવાઝોડાની પરિસ્થિતિને લઈને PMO દ્વારા સતત મોનિટરીંગ, મનસુખ માંડવીયા આવતીકાલે જશે ભુજ, જુઓ Video

Follow us on

Cyclone Biporjoy: બિપરજોય વાવાઝોડાને લઈ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં તંત્ર સતર્ક છે. ત્યારે આ તમામ બાબતો તેમજ પરિસ્થિતિને લઈ PMO દ્વારા સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. મહત્વનુ છે કે કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા આવતી કાલે  ભુજ જશે.

વહીવટી તંત્રએ દરિયાકાંઠાની નજીક રહેતા લોકોને કોઈ પણ દુર્ઘટનાથી બચવા સાવચેત રહેવા તાકીદ કરી છે. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે વાવાઝોડા સમયે અને ત્યારબાદ લોકોએ કઈ સાવચેતી રાખવી તેનો નાગરિકોને અનુરોધ કરાયો છે. બિપોરજોય વાવાઝોડું વધુ તોફાની બન્યું છે. છેલ્લા 6 કલાકમાં 7 કિમી પ્રતિ કલાકથી ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

જે કચ્છના માંડવી તરફ આગળ વધી રહ્યું છે. પોરબંદરથી 400 અને નલિયાથી 530 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં કેન્દ્રિત છે. 14 જૂનથી ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ વાવાઝોડું આગળ વધશે. જોકે 15મી જૂને બપોર સુધીમાં માંડવી અને કરાંચી વચ્ચે ત્રાટકે તેવી શક્યતા છે. 120થી 150 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઇ શકે છે.

આ તમામ જે પરિસ્થિતિને લઈ સતત PMO નજર રાખી રહ્યું છે. અને તમામ પરિસ્થિતિ અંગે રિપોર્ટ રજૂ કરાઇ રહ્યા છે. મહત્વનુ છે કે કેન્દ્ર દ્વારા પણ તમામ મદદ પૂરી પાડવામાં આવશ. ગુજરાતના વલસાડ, પોરબંદર, દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. જેના કારણે ઉંચા-ઉંચા મોજા ઉછળી રહ્યા છે. તો દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાયો હતો. રાજ્યના મોટાભાગના દરિયાકિનારે અલર્ટ આપવામાં આવ્યું છે અને પ્રવાસીઓને દરિયા કિનારે જવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. તો બોટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.

ત્યારે હવે ગુજરાત તરફ આવી રહેલી આ આફત પર PMO તમામ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. મહત્વનુ છે કે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે. તમામ જિલ્લાના અધિકારીઓ અને હવામાન વિભાગના અધિકારીઓ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે બેઠક કરી હતી અને સ્થિતિ અને તેને પહોંચી વળવા માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી. જે અંગે પણ PMO દ્વારા નોંધ લેવાઈ હતી. મળતી માહિતી અનુસાર, અસરગ્રસ્ત વિસ્તારોમાં 12 NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.

આ પણ વાંચો : બિપોરજોય વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ, સૌરાષ્ટ્ર જતી NDRFની ટીમને રાજકોટથી લોજિસ્ટિક પૂરા પડાશે, જુઓ Video

આ ઉપરાંત SDRF, કમાન્ડો, સ્થાનિક પોલીસને પણ ખડેપગે રાખવામાં આવ્યા છે. તો બીજી તરફ આર્મી, નેવી અને એરફોર્સના અધિકારીઓ સાથે પણ સરકાર સંપર્કમાં છે. આર્મી, નેવી અને એરફોર્સના અધિકારીઓએ પણ સ્થિતિ પ્રમાણે મદદ કરવાની ખાતરી આપી છે. એટલું જ નહિં અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરને પણ મુખ્યપ્રધાનોએ કેટલીક સૂચનાઓ અને આદેશ કર્યા છે. બને તેટલા વધુ પ્રમાણમાં શેલ્ટર હાઉસ તૈયાર કરવા સૂચના અપાઇ છે અને સ્થિતિ પ્રમાણે લોકોનું સ્થળાંતર કરવા પણ આદેશ કર્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્થાનિકોને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન થાય તે માટે પણ તંત્ર તૈયાર બન્યું છે.

 ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 10:31 pm, Sun, 11 June 23

Next Article