Breaking News: ગાંધીનગરના કલોલના પંચવટી વિસ્તારમાં ક્લોરિન ગેસનું ગળતર કાબૂમાં, લોકોને શ્વાસ લેવામાં તકલીફ

ગાંધીનગર જિલ્લાના કલોલના પંચવટી વિસ્તારમાં આવેલા પાણીના પમ્પિંગ સ્ટેશનમાં કલોરિન ગેસના બાટલામાં ગળતર થયું હતું. ગેસ લિકેજ થતા સ્થાનિકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને આ ઘટનાને પગલે આસપાસની સોસાયટીઓના રહિશોમાં નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને ગેસ લિકેજ બંધ કરવાની કામગીરી ચાલી રહી છે. જોકે ગેસ ગળતરને પગલે લોકો ઘર છોડીને સુરક્ષિત સ્થાનોમાં પહોંચી ગયા છે.

Breaking News: ગાંધીનગરના કલોલના પંચવટી વિસ્તારમાં ક્લોરિન ગેસનું ગળતર કાબૂમાં,  લોકોને શ્વાસ લેવામાં તકલીફ
file photo
| Updated on: Mar 07, 2023 | 11:26 PM

ગાંધીનગર જિલ્લાના કલોલના પંચવટી વિસ્તારમાં આવેલા પાણીના પમ્પિંગ સ્ટેશનમાં કલોરિન ગેસના બાટલામાં ગળતર થયું હતું. ગેસ લિકેજ થતા સ્થાનિકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને આ ઘટનાને પગલે આસપાસની સોસાયટીઓના રહિશોમાં નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને ગેસ લિકેજ બંધ કરવાની કામગીરી ચાલી રહી છે. જોકે ગેસ ગળતરને પગલે લોકો ઘર છોડીને સુરક્ષિત સ્થાનોમાં પહોંચી ગયા હતા.

ગેસ ગળતરને  પગલે   કેટલાક લોકોને આંખો બળવી,  ગળામાં બળતરા તેમજ શ્વાસ  લેવામાં મુશ્કેલી પડી હતી.  આ ઘટનાની જાણ થતા સ્થાનિક ધારાસભ્ય  બકાજી ઠાકોર પુણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પ્રાથમિક વિગતો અનુસાર  ક્લોરિન ગેસનો બાટલો ફાટતા આ સમસ્યા સર્જાઈ હતી. જોકે થોડા સમય બાદ ગેસ ગળતર કાબૂમાં આવ્યું હતું અને  ઘર છોડીને ગયેલા લોકો પોતાના ઘરે પરત ફર્યા હતા.

 

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 9:12 pm, Tue, 7 March 23